પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫

આસક્તિ રાજાઓને આ અધોગતિ આપવા લાગી તો અન્યાયી એજંટો મળતાં અધોગતિના ઉપરાંત દુર્દશા પણ થવા લાગી. ક્વચિત્ તો જાતે અધોગત થયલા રાજાની દુર્દશા કરી જોનારને તે જોવામાં રસ પણ પડતો. આ વાતનું એક પરરાજ્યમાંનું અવલોકન થતાં મલ્લરાજે અદ્દભુત આશ્ચર્યમાં પડી જરાશંકરને કહ્યું:–

“જરાશંકર, જો – જો - આ લુચ્ચા અને પ્રજાઘાતક ઠાકોર યમદૂતની પાસેથી દ્રવ્ય ક્‌હડાવતાં અને તેને અનેક અપમાન આપતાં આ દુષ્ટ કર્નલ ફાક્‌સ સાહેબને કેવો રસ પડે છે તે ! – અરરર ! શો કાળ આવ્યો ?”

જરાશંકર બોલ્યો – “મહારાજ, એક જણે કહેલું છે કે લીંબડાની પાકી લીંબોળીઓ, તેમાં વળી ચાંચો મારી મારી સ્વાદ લે એવી જીભ, અને એ સ્વાદ લેવાની કળામાં પ્રવીણ નીવડનાર કાકલોક:– એ સર્વનો યોગ કરવામાં પણ વિધાતાની ચતુરતા છે.”

“चित्रं चित्रं वत महदहो चित्रमेतद्धि चित्रम्
“यत्संजातो ह्युचितघटनासंविधाता विधाता ।
"यन्निम्बानां परिणतफलस्फीतिरास्यादनीया
"यज्वैतस्याः कवलनकलाकोविदः काकलोकः ॥

"યમદૂત જવું શિક્ષાપાત્ર અને ફાક્‌સ જેવો શિક્ષા કરનાર એવી જોડ રચવામાં બ્રહ્માની પણ ચતુરતા છે !”

મલ્લરાજે દીર્ઘ નિઃશ્વાસ મુક્યો. “જરાશંકર, એકને લીધે સર્વને મહાન્ અનર્થ થવાનો ! પોતાનાં છિદ્રમાં થતો વ્યાધિ નરમ પાડવા યમદૂતે રાજયનાં કેટલા અધિકાર ઈંગ્રેજને હસ્તગત કર્યા ?”

જરાશંકર – “મહારાજ ! સર્વ યાદવોના ઉન્માદ અને પ્રમાદને અંતે શ્રીકૃષ્ણના ચરણમાં રહેલા પદ્મમાં ભાલો વાગ્યો અને સર્વ યાદવને હણનાર લાકડાનો અવશેષ એ દુષ્ટ યાદવોના સંગમાં ર્‌હેનાર પરમ પુરુષને પણ પ્રાણઘાતક નીવડ્યો તો આપણે કોણ?”

મલ્લરાજ – “ખોટા ઈંગ્રેજ અધિકારીઓ હોય ત્યાં તો તેમને નીમનારનો દોષ. પણ આ તો આપણા જ રાજાઓ અને દેશીઓ સારા એજંટોને નરસા કરશે ત્યાં નીમનારનો દોષ ક્‌હાડવા ક્યાં બેસીશું ? નક્કી, સાહેબોની વાતો થાય છે તેટલી તેમનામાં અધોગતિ