પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪

દશે દિશાએ દૃષ્ટિ કરતી કરતી ચાલી. આગળ પગલાં ઉપાડવા માંડ્યાં, બે હાથ છાતીએ મુક્યા, અને વળી જરીક ઉભી રહી, ઓઠ કરડી, બોલી:

“હવે, માજી મને સહાય થયાં અને યમરાજે મ્હારો હાથ ઝાલ્યો ! હવે મ્હારી છાતી ચાલવા લાગી ! હવે મ્હારો છુટકારો નક્કી થયો !

“ચળકે ચંદ્રનું સઘળે તેજ,
“ગાજે સાગર ચારે મેર !
“વચ્ચે એકલી ઉભી હું નાર !
“જડે નહી સુખ-સરજનહાર.
“બની ઘેલી દેખી સંસાર,
“ત્યજવા એને હું થઈ તયાર;
“પીયુ જોઈ વિરહિણી રાચે જેમ,
“નીરખું મરણુ ઉમંગે તેમ.
“ચ્હડું ઉમંગની લ્હેરે આજ.
" સજજ થયે મુજ સુખને સાજ.
“છોડું તાત ને છોડું માત,
"ગુણીયલ મ્હારી ! કરજે માફ.
“તુજ પેટે ધરીને અવતાર,
“કુખ લજવી ત્હારી મ્હેં, માત.
“જમ ! આ જગત થકી છોડાવ !
“ભાર જીવવાનો ઉતરાવ !
“આ સંસારથી ઘસડી જાવ–
“પછી ગમે ત્યાં જમ લઈ જાવ !*[૧]
“લ્હાવો લેવો, ત્યજી સંસાર,
“તો શો સ્વર્ગનરકમાં ભાર ?”

  1. *Mad from life's history,
    Glad to death's mystery
    Swift to be harl'd
    Anywhere ! anywhere,
    Out of the world !
    Hood's Bridge of Sighs.