પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯


and abroad with his ever-growing Vision,his ever- restless Aggressiveness, and his all-absorbing Action, and triumphs over all that check the march of Progress, This is the दृष्टि, जिष्णुता, and कर्म, which the far-seeing Vyasa has preserved in his work like seeds for sowing future, crops in the land where his mighty soul had sojourned.”

વીર૦- I think I must hold my tongue at least until we reach the end of this curious chapter of your political literature.

વિદ્યા૦– હવે આ ભવનનાં આસન જુવો. રથના અશ્વની સામે, કુરુક્ષેત્રમાં જવાના દ્વાર આગળ આ યોગાસન છે ત્યાંથી કૃષ્ણ ઉપર, અર્જુન ઉપર, બાકીનાં પાંડવભવન ઉપર, પાંચાલી ભવનમાં, અને સર્વ કુરુભવન ઉપર થોડી ઘણી દૃષ્ટિ પડે છે. યોગાસન ઉપર શ્રીકૃષ્ણે પાંડવો માટે કરેલી સર્વ ચિન્તાના વિચાર કરવાનાં છે. પારદેશીય વિષયોમાં આ રાજ્યનો પ્રતાપ જાળવવા, આ રાજ્યની પ્રજા અને રાજ્યની વર્તમાન અને ભવિષ્ય સ્થિતિ સમૃદ્ધિ વધારવા અને પોષવા, જે જે વિચાર કરવા પડે તે સર્વ વિચાર કરવા આ યોગાસનમાં રાજયોગ સાધવો પડે છે. અર્જુનભવનનાં સર્વ આસનોમાં જે નીતિ અને ક્રિયા ઉછેરાય છે તેનાં બીજ આ આસનના યોગવડે રોપાય છે. એ બીજથી ઉગેલી વૃક્ષવાટિકાની વ્યવસ્થા અન્ય આસનોમાં થાય છે, પણ એ વ્યવસ્થાના સર્વે પ્રવાહ ઉપર આ આસનમાંનો યોગ દૃષ્ટિ રાખે છે. શાંતિ, ધૃતિ, શીધ્રતા, સમયસૂચકતા, પ્રતિભા, સત્ય, ધર્મ, સદ્વૃતિનો વિજય, આદિ સર્વ સદ્દૃષ્ટિ અને સદ્વસ્તુના સહાય્યથી, બુદ્ધિ અને અવલોકનના બલથી, રાજશક્તિના અધિકારથી, અને ઈશ્વરેચ્છાના સંધાનથી આ આસનમાં શ્રીકૃષ્ણપરમાત્માના ઉપદેશ પ્રમાણે યોગ રચાય છે, વિશ્વરૂપનું દર્શન યોગવિના થાય છે, ક્રિયારમ્ભે અને ક્રિયાકાળે અર્જુનના દ્વૈધીભાવનો નિરોધ થાય છે, ધર્મરાજાના અતિધર્મ - Superstitions નો પ્રતિરોધ થાય છે, પાંચાલીનાં પટકુલ પુરાય છે, તેના સ્વામીના પુરુષકારનું સારથિત્વ થાય છે, અને સર્વ સજજન અને સદ્વસ્તુથી દેશમાં અને લોકમાં સદ્‌યુગ બેસાડવામાં આવે છે. શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરની યોગદૃષ્ટિરૂપ દૂરદર્શક કાચનલિકા – telescope - વ્યાસ જેવા ચતુર ગણક ગોઠવી ગયા છે. આ યુગના રાજ્યોના અને મ્હારા