પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮

રાજાઓ પોતપોતાનું સંભાળી બેસી ર્‌હે છે ત્યારે - અર્જુન સર્વદા આ ત્રણ અસ્ત્રને ગતિ આપ્યાં જ કરે છે. પૃથ્વીનું સર્વત્ર આચ્છાદન કરી દેનાર જલનિધિ વરુણ દેવને અર્જુન સુદૃષ્ટ કરી લે છે - જોઈ આવે છે- એની દૃષ્ટિ અને ગતિ વરુણના મહાસાગરની પેલી પાસ વધે છે. તેમજ સ્વર્ગના વસનાર – ધનપતિ – કુબેરને અને યમરાજ - ધર્મરાજને એ જોઈ આવે છે. અન્ય દેવો મનુષ્યનાં ભાગ્યના અને પ્રારબ્ધના અધિષ્ઠાતા છે તે સર્વેને અર્જુન જોઈ લે છે, વિદ્યા-આદિ તપ અને પ્રવાસ આદિ વિક્રમથી આમ તે દ્રષ્ટા થાય છે. ક્ષત્રિયરૂપે પૂર્વ જન્મનો તેજસ્વી વિદ્વાન તપસ્વી બ્રાહ્મણ છે, ઋષિ છે. આ જગતની વૃદ્ધિમતી ક્રિયાનો એ પુરાણ અને સનાતન દેવ છે – He is the old eternal Spirit of Progress. તે સર્વદા જય ઇચ્છે છે – જયેચ્છાથી પ્રવૃત્તિ કર્યા કરે છે - જિષ્ણુ છે. એ દેવનો માર્ગ રોકનાર શત્રુઓથી તે જીતાય એમ નથી. બ્રાહ્મણ દ્રોણ જ્યારે એનો માર્ગ રોકશે ત્યારે નારાયણના સાહાય્યવાળો આ નર - ઋષિ અજેય નીવડશે. વૃદ્ધપુરાણ પિતામહ એનો માર્ગ રોકશે ત્યારે પણ આ પુરાણતમ પુરુષ જયવાન્ થશે. સૂર્યપુત્ર ઉદાર કર્ણ પણ આ મહાતેજથી તેજસ્વી નરવડે અસ્ત થશે. આ સર્વ ફળ પામવાને માટે આ ક્રિયાવાન રાજપુરુષ, સ્વર્ગમાં જઈ ઇન્દ્ર પાસેથી, હિમાલય જેવા ગિરિરાજના શિખર ઉપરનાં અરણ્યમાં જઈ કિરાતરૂપ મહાદેવ પાસેથી, સમુદ્ર અને પૃથ્વીપાર જઈ ત્યાંના દેવો અને લોકપાળ પાસેથી, અનેક દિવ્ય અસ્ત્રો મેળવશે અને મ્હોટાં કર્મ કરશે, મલ્લરાજ અર્જુનનું આ માહાત્મય સ્પષ્ટ જોતાં હતા, અને એ અર્જુનની વૃત્તિ, શક્તિ, અને પ્રવૃત્તિ રત્નનગરીના રાજાઓમાં સનાતન વસે એવી સંભાળ રાખવા એ રાજ્યના પ્રધાનોને કહી ગયા છે અને આ પત્ર દ્વારા કહાવે છે. એ પરમ આજ્ઞાને અનુસરી આ લેખ લખ્યો છે કે રત્નનગરીનાં રાજ્યરત્નોમાં અર્જુનની દૃષ્ટિ, જિષ્ણુતા, અને ક્રિયા સનાતન વાસ કરે, અને આ સિંહાસનસ્થ વંશરૂપ પુરાણપુરુષ પાંચાલીના હૃદયના ઉચ્ચગ્રાહને ઉચ્ચતર લેતો લેતો શાશ્વત વૃદ્ધિસમૃદ્ધિને ભોક્તા થાય.”

વિદ્યા૦– “Such, Mr. Virarav, is the Spirit of Progress drawn by our late Master's hand, if not by Vyasa. The Spirit stops not within Indian shores but invades with mighty enterprise all worlds at home