પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૨


સર૦– આવાં ધૄત અને અગ્નિનો સંયોગ થયો એટલે ઇન્દ્રિયગ્રામનો અવિશ્વાસ જ રાખવો. સ્થૂલ પ્રીતિમાંથી સૂક્ષ્મ ની પ્રીતિ થાય તો તે પ્રકૃતિનો સ્વભાવ છે, પણ સૂક્ષ્મમાંથી સ્થૂલ થાય એ તો દુ:સહ છે.

ચન્દ્રા૦-“જે જીવ સૂક્ષ્મ શરીરનો અભિમાની છે તેને તો તે દુ:સહ હો. પણ કોઈ પણ શરીરના નિરભિમાની જીવને સુક્ષ્મ સ્થૂલ સરખાં છે. તેણે તો રાગ-દ્વેષનો મદ દૂર રાખવો એટલે થયું. એ મદ અને એ માનવગરનો જીવ સ્વભાવથી શાન્તિ પામે છે.

[૧]"रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥
प्रसादे सर्वदु:खानां हानिरस्योयजायते ।
प्रसन्नचेतसो ह्यांशु बुध्धिः पर्यवतिष्ठते ॥

“નવીનચંદ્રજી, જ્યાં ત્યાગથી શમ ન મળે પણ શમનું વિડંબન થાય ત્યાં શમ પ્રાપ્ત કરવાનો આ જ માર્ગ છે કે રાગદ્વેષ વિના ઇન્દ્રિયોને ચરવા દેવી."

સર૦–તે પછીના જ શ્લોકમાં કહ્યું છે કે

[૨]इन्द्रियाणा हि चरतां यन्मनोऽनुविधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावभिवाम्भसि ॥

ચન્દ્રા૦– એ બધાં વાક્યોમાં કાંઈ વિરોધ નથી. ઈન્દ્રિયોવડે વિષયને ચરવા, પણ તે ઈન્દ્રિયોને વશ ન થવું અને રાગદ્વેષ વિનાનાં રહી આ ઉભય વિધિ પળાય તો પ્રસાદ એટલે શમ પ્રાપ્ત થાય છે. સુક્ષ્મ દેહ ઉપર રાગ અને સ્થૂલ ઉપર દ્વેષ ન રાખવો સૂક્ષ્મ દેહનો સંયોગ તો સ્વયંભૂ થઈ ગયો છે. તેનો નિર્વાહ કરવો; અને સ્થુલ દેહનો સંયોગ સ્વયંભૂ થાય તો તેનો દ્વેષ ન કરવો ને તેના ઉપર રાગી થઈ તેને શેાધવો નહી ને તેનું અસ્થાને અકાળે અધર્મે બળ થવા દેવું નહીં;


  1. ૧. રાગદ્વેષથી મુક્ત થયેલજ સ્વાધીન ઇન્દ્રિય દ્વારા વિષયોને ચરનાર નેપોતાના મનને સ્વાધીન રાખનાર પ્રસાદને પામે છે. એ પ્રસાદથી એનાસર્વ દુઃખની હાનિ થાય છે પ્રસાદ પામેલાં ચિત્તની જ બુદ્ધિ, ત્વરાથીપર્યવસ્થાન-સ્થિરતા પામે છે. ( ગીતા.)
  2. ૨. ચ૨ના૨ ઇન્દ્રિયોને જ મન વશ થાય છે ત્યારે તે મન એનીબુધ્ધિને – પાણીમાં નૌકાને પવન ખેંચે તેમ – ખેંચી જાય છે. (ગીતા.)