પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૮

and sweeten a sweet life like my Kumud's and to settle, into some realistic practical form, a dreamy vagabond like myself ! – My Kumud ! - Ah ! I feel fired by thy name !”

“હા ! કુમુદ-કુમુદસુન્દરી ! ચન્દ્રાવલીમૈયાની આ સર્વ કૃપા ત્હારે માટે, મ્હારાં પ્રાયશ્ચિત્તનો અવધિ સમીપમાં દેખાય છે, પણ... પણ...'

આકાશમાં વનલીલાનો સ્વર સંભળાયો
[૧]અજબ સલુણી સખી મૃગનયની તું !
“ત્હેં મોહન વશ કીધો રે !”

સરસ્વતીચંદ્ર ચમક્યો. બુદ્ધિધનના ઘરમાં કુમુદસુન્દરી સાથે ગાળેલી ઘડી સાંભરી ને શરીર કમ્પવા લાગ્યું.

“સ્થૂલ શરીરનો વિશ્વાસ શો ? ચન્દ્રાવલીનો અભિપ્રાય ઈંગ્રેજ કવિના જેવો લાગે છે.

[૨]“The same love that tempts us into sin,
"If it be true love, works out its redemption !”

“જે ધૈર્યે તે કાળે રક્ષણ કર્યું તે આજ સહાયભૂત નહી થાય ? તે કાળે અવસર સૂક્ષ્મ હતો, પરગૃહમાં પ્રતિષ્ઠાને ભય હતું અને અન્ય ભય હતું - આ સ્થાને સાધુજનો એવાં સર્વ ભયને નષ્ટ કરે છે – ત્યાં તો ધર્મનું જ આ ભય ! એ ભયને પણ ચન્દ્રાવલી લેખતાં નથી, તેમને મન તો હું જ કુમુદનો પતિ છું અને પ્રમાદ જાર છે.

My associations cannot accept this reasoning even though ethically the lady has an unaswerable case for truth in the argument that all Hindu marriages are null and void ! The law, however, is not with her. The construction of our vast Society and the hard facts of life in it, make it only vastly and extremely perilous to admit her argument in practice.


  1. ૧. લૌકિક
  2. ૨. Lytton's Lady of Lyons