પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૬

સર્વ ફળ મુકી બે જણે ભોજન કર્યું. ભોજનકાળે ઝાઝી વાર્તા ચાલી નહી. ચર્વણકાળે જાણ્યે અજાણ્યે એક બીજા સામું જોઈ ર્‌હેતાં હતાં અને મોહપાશ તેમની બેની આશપાસ વધારે વધારે વીંટાતો હતો; પણ તેની અનુભવીયણ કુમુદ ચેતી અને સત્વર ઉપાય યોજવા બીજી વાતે ક્‌હાડવા લાગી.

“મ્હારા ચિત્તમાં એમ લાગે છે કે આપણે એક બીજાને સત્ય નામે વાત ન કરવી પણ સાધુજનોમાં જે નામ પ્રસિદ્ધ છે તેને જ ઉચ્ચાર કરવા તમને આગળ ઉપર એમ લાગે કે હવે પ્રસિદ્ધ થવું ત્યારે જ મ્હારા પિતાશ્રીના આ રાજ્યમાં એમની પ્રતિષ્ઠા ન્યૂન થાય નહી તેમ મ્હારે છતાં થવું.”

સર૦– યોગ્ય છે. તેમાં દોષ માત્ર એટલો છે કે “માધુરી” એ નામનો ઉચ્ચારથી તમારી મધુરતા ઉપર લક્ષ્ય જાય છે.

કુમુદ૦– સંસારમાં ઘણી જાતના સંબંધીઓ એક બીજાંના નામોચ્ચાર કર્યા વિના જીવતા સુધી પરસ્પર વ્યવહાર નીભાવે છે.

સર૦– હા. પણ તેમાં તો ઘણુંખરું દમ્પતીએામાં જ એવો વ્યવહાર હોય છે, અને તેવાં આપણે ન છતાં તે સંબંધ પ્રમાણે સંબોધન કરવાં એ પણ મનને સૂચક થશે અને મોહનાં કારણભૂત થાય એવું ભય ર્‌હે છે.

કુમુદ૦– તો મ્હારા ચંદ્ર – હું તમને ચંદ્ર કહી સંબોધીશ – તમે મને ગમે તે ક્‌હેજો અને તમે મ્હારા ચંદ્ર થઈ મ્હારા મોહતિમિરનો નાશ થાય એવું કાંઈ કરજો. હું પણ તમને નવીન ક્‌હેતાં કંઈ કંઈ આચકા ખાઉં છું, વાતો કરતાં કરતાં બે જણે એક જ ફળ સાથે લાગું લીધું, બેનાં આંગળાં અડકયાં, બેને નવા ચમકારા થયા, એ ચેત્યાં, બેયે ફળ પડતું મુક્યું ને પોતપોતાના હાથ ખેંચી લીધા, અને ફળ બેના હાથમાંથી પડ્યું. હાથ પાછા ખેંચાયા પણ નેત્ર તો નેત્રને જ વશ રહ્યાં. કુમુદે પડેલું ફળ પાછું લેઈ સરસ્વતીચંદ્રને આપ્યું.

પવન સર્વત્ર છે તેને દૂર કરવાને પંખાથી ધક્કો મારીયે તો પવન દૂર જવાને સટે પાસે જ વધે છે, પણ જ્યારે ચારે પાસના આવા પવન વિના બીજે સ્થાને જીવન જ નથી ત્યારે તે પવનને કેવળ બંધ કરવાના પ્રયત્ન કરતાં આપણું શરીરનું જ આચ્છાદન કરવું યોગ્ય છે. આવા સમાગમકાળે, આવા વિક્ષેપ આવા પવન જેવો થાય ત્યારે તો તેના પ્રતીકાર માટે એ વિક્ષેપનો નાશ કરવાને પ્રયત્ન પડતો મુકી વિક્ષેપક શકિતની અને પોતાની વચ્ચે અંતરપટ મુકવો જ સારો એવી કલ્પના