પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૮

comes from the perception of the universal advance, when one hears the echoes of the receding of tempests, the creaking of the rigging and the painting of the toiling crew, when one feels the straining of the timbers, and realises the speed with which, in spite of all, one happily travels onward. Search the whole world through; it is ever upon the deck of Paris that one may best hear the flapping and quivering of the full- spread, invisible Bails of human Progress.”*[૧]

આ સ્વર બંધ પડ્યો તેની સાથે અર્જુનરથની દોરીઓમાં નવા તેજના ચમકારા થવા લાગ્યા ને તેને વળગી રહી તેને ખેંચનાર ચકોરની પાંખો વધતી વધતી ગરૂડના જેવી થવા લાગી. અંતે ચકોર બેાલ્યો.

“પોપટ ! તું કપિલોકની ભીતિ રાખીશ નહી. જે કલ્યાણયુગ અમારા સત્વથી સંસારમાં બેસવાનો છે તેના આગમન પ્હેલાં આ વહી જતા યુગમાં જાદવાસ્થળી થશે; દીવો હોલાતાં હોલાતાં ઝબુકે; મનુષ્ય મરતે મરતે સન્નિપાત ને ત્રિદોષથી લવવા માંડે; તેમ આ યુદ્ધકાળ ઉન્માદ પામશે ને જગતને કંપાવશે. “ We shall then witness War's last agony [૨], and war will kill war† and the spirit of war. જ્યારે સંસાર આમ પ્રસવવેદના ભોગવશે ત્યારે નવો યુગ બેસવાનો અને જે સૂત્રો અમે તાણીયે છીયે તે આખી પૃથ્વીનાં મનુષ્યોને ખેંચશે, તે કાળે,–પોપટ, ત્હારા દેશનું પણ સર્વના ભેગું કલ્યાણ થશે, એ કલ્યાણ પ્રાપ્ત કરવાને માટે અસ્ત્રની કે શસ્ત્રની આવશ્યકતા નથી, અને બીજાં જે સત્વથી એ કલ્યાણ પ્રાપ્ત કરાય છે તે ત્હારા દેશમાં છે કે નથી તે ત્હારા લોકના ઇતિહાસને પુછ, ત્હારા લોકનાં મનોરાજ્યને પુછ, અને ત્હારી નૌકાના સુકાન આગળ બેઠેલા કપિલોકને પુછ. જેમાં સર્વ મનુષ્યલોકને આશા છે તેમાં પણ તું આશા બાંધી ન શકે તો આ સિદ્ધિનગરમાં છેટે ત્હારા દેશના ચિરંજીવ છે તેને જઈને પુછ. પણ આત્મપરીક્ષાનો ત્યાગ કરી પારકા દોષ જ વિચારવાની મૂર્ખતા ન કરીશ !”

ચકોર પોતાના રજ્જુ ઉપર હીંચકા ખાવા લાગ્યો, ને પોપટે ઉત્તર દીધો નહી. સરસ્વતીચન્દ્ર ને કુમુદ સુવર્ણસૂત્ર ભણી ઉડ્યાં ને એના


  1. * Victor Hugo
  2. † Zola.