પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૪


આ વાક્ય પુરું થયું કે એ છાયા એક પાસે ખસી ગઈ ને સટે રૂપવાન સુન્દર નકુલની છાયા, પાઞ્ચાલીના પલંગ ઉપર આવી, એના હૃદય ઉપર પ્રસરવા લાગી ને એના કાનમાં પ્રથમ ગાવા ને પછી બોલવા લાગી.

[૧]पश्चादावां विरहगुणितं तं तमात्माभिलाषम् ।
निर्वेक्ष्यावः परिणतशरच्चन्द्रिकासु क्षपासु ॥

“મ્હારા મન્દિરમાં ત્હારા વાસને કાળે આપણે કેવી કેવી કળાઓથી રમતાં ! એ કાળ ફરી આવશે ! બુદ્ધાવતાર પછીના કાળમાં આપણે આ દેશમાં કેટલો કાળ વિહાર કરેલો છે અને આજ સુધી એ વિહારનાં કેટલાં કેટલાં સ્થાન આ દેશમાં હજી મનુષ્યોને આશ્રર્યમાં નાંખે છે ? મુસલ્માનોના કાળમાં પણ આપણે છેક વિયોગી રહેલાં નથી, ને આ યુગમાં તો ત્હારા પલંગ નીચે આપણા યોગને માટે કેટલી કેટલી રચનાઓ અને સામગ્રીઓ કરી મુકી છે તે તું નીચે ઉતરે ત્યારે જોજે. અરે ! હું ત્હારી પાસે તરત આવું ને કંઈ કંઈ અભિલાષ રચું ને પૂર્ણ કરું ! પણ શું કરું ? મ્હોટા ભાઈઓ આવે ત્યાં સુધી તો મ્હારા ચરણ ચાલે એમ નથી એટલું જ નથી પણ મ્હારાં સહોદર ન્હાનાં સહદેવને પુછ્યા વિના, એને મુકીને, કે એનું કલ્યાણ થતા સુધી, હું એકલો ત્હારી પાસે આવી શકું એમ નથી ! હાલ તો તું મ્હારી છાયાથી જ સંતોષ પામજે ને આપણા શુંગારગૃહને માટે હનૂમાન જે જે ચિન્તાઓ કરે છે તેનું અનુમોદન કરજે ! ત્હારું સ્તન્યપાન કરવા એ આવે ત્યારે અકળાઈશ નહીં, પણ સહદેવના આગમ માટે શી શી રચનાઓ કરવી તે ધીમે ધીમે હનૂમાનના કાનમાં સૂચવજે ! બાળક સહદેવના કલ્યાણ પછી જ મહારું કલ્યાણ સંભવશે. પાઞ્ચાલી ! મ્હારી પ્રીતિનો વિશ્વાસ છોડીશ નહી – હું બધા અસ્તાચલ ઉપર રાત્રિ દિવસ ફર્યા કરું છું પણ કુરુક્ષેત્ર ભણીથી હિમાલયનો પવન આ છે તે વેળા–

[૨]”आलिङ्‌ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः ।
पूर्व स्पृष्टं किल यदि भवेदङ्गमेभिस्तवेति ॥

  1. ૧. મેઘદૂતઃ “આ કાળ વીતશે તે પછી, વિરહથી ગુણિત થયલા - ગુણાકાર પામેલા – પેલા કંઈ કંઈ આપણા અભિલાષો છે તે સર્વ અભિલાષોને શરદની પૂર્ણિમાની પરિણામ પામેલી ચંદ્રિકામાં આપણે સિદ્ધ કરી -દમ્પતી રૂપ-ભેાગવીશું!”
  2. ર. મેઘદૂતઃ “એ ગુણવતી પ્રિયા ! હિમાલયમાંથી આવતા પવન પ્રથમ ત્હારા અંગનો સ્પર્શ કરીને આવ્યા હશે એવુંજાણી છું તમને આલિંગન દેઉં છું.