પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૦

ધર્મને અંગે મ્હારા પ્રધાનપદના ધર્મ વિચારવા એ મ્હારા અધિકારમાં નથી. રાજ્યના સામાં હુકમનામાં કરતાં ન્યાયાધીશે ડરવાનું નથી તેમ પ્રધાનપદના અને રાજ્યહિતના વિચારમાં પડી કુમુદ - કુસુમ - ના જીવનું અકલ્યાણ કે દુઃખ રચવું તે મ્હારા અધિકારથી બ્હારની વાત છે. કુમુદ રાજ્યાપરાધ કરી મહારાજના ધર્માસન આગળ આવે અને એને દેહાંતદંડની શિક્ષા કરવાનો મ્હારે પ્રસંગ આવે ત્યારે મ્હારો પિતૃધર્મ વિચારવાનો મને અધિકાર નથી; તે જ રીતે યુદ્ધમાં જનાર સેનાપતિએ સ્ત્રીપુત્રાદિકને માથે પોતાના મરણથી આવી પડનાર ભયના વિચાર કરવાનો પણ તેને અધિકાર નથી. આમાંનું એક કાર્ય અથવા કાર્યનું ફળ બીજા કાર્ય કરતાં મ્હોટું કે ન્હાનું છે માટે મ્હોટું કરવું ને ન્હાનું ન કરવું એ વિચાર અયોગ્ય છે. લોકવ્યવસ્થાના અધિકારીએ તો ન્હાના કે મ્હોટા પોતાના જેવા હોય તેવા અધિકારનો વિષય અને ધર્મ વિચારી ત્રિજ્યામાં પ્રવૃત્ત થવાનું છે."

“અને જ્યાં જીવાત્માના આત્મધર્મના વિચાર પ્રાપ્ત થાય ત્યાં તો આ અધિકારનો પણ પ્રશ્ન અનુચિત છે. પ્રત્યેક જીવાત્માનો ઉત્કર્ષ થાય તો તે સર્વે જીવોનું કલ્યાણ છે. એક જીવન અધર્મથી સર્વ જીવનું કલ્યાણ થતું હોય તેા તે કલ્યાણમાં અકલ્યાણનું બીજ રોપાયું ગણવું. એક જીવના ધર્મથી અનેક જીવોને દુ:ખ થતું હોય તો પણ તે જ માર્ગે સર્વનો ઉત્કર્ષ ગણવો. સર્વભૂતાત્મક પરમાત્માના અંશ રૂપ જીવાત્માનો અભેદ માનો કે સર્વ જીવોના ભિન્નભાવ માનો તો પણ સર્વના ધર્મથી થયલે સર્વનો ઉત્કર્ષ જ કલ્યાણ રૂપ છે. પોતે અધર્મ કરે છે તેથી જગતનું કલ્યાણ થશે એવું માનનાર જીવ મૂર્ખ છે. કારણ સર્વ જગતને જોઈ શકવાની શક્તિ વગરનો ક્ષુદ્ર જીવ એ જગતનું કલ્યાણ ક્યાં છે ને ક્યાં નથી એ જાણવાની શક્તિ શી રીતે પામવાને હતો ? આવા દમ્ભી મિથ્યાભિમાની જીવોએ સંસારને માથે અનેક અવ્યવસ્થાઓ અને વિપત્તિઓ આણી મુકેલી ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. ગુણીયલ ! જે ક્રિયાથી જીવાત્માની પોતાની અધોગતિ છે તે સર્વથા વર્જ્ય છે, ને જેથી તેની ઉન્નતિ છે તે કર્ત્તવ્ય છે, ને તેમાં કોઈ પણ અન્ય વિચાર કર્તવ્ય નથી.

“ઈશ્વરે કુમુદનો જીવ આપણા અધિકારમાં સોંપ્યો. ઈશ્વરે નિર્મેલા સ્નેહની ગતિથી યોગ્ય વયે એ – નદી સમુદ્રમાં ભળે તેમ – પોતાના હૃદયના સ્વામીને ધર્મથી પ્રાપ્ત થઈ હોય તો તેમાં વિધ્ન રૂપ થવા મ્હારો કે ત્હારો અધિકાર નથી. અધિકારવિનાની ક્રિયામાં પ્રવૃત્ત થઈએ જીવને