પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮


દે એવા એ મૂર્ખ નથી. પરદેશી મહારાજ્યોના ભયથી, અમારા અંદર અંદરના વિગ્રહથી, તમારી પ્રજાઓ એક થઈ અમને હેરાન કરે તો તેના ભયથી, અમારી પોતાની પ્રજા બંડ કરે તો તેના ભયથી, એમ અનેક જાતના ભયથી અમારું રક્ષણ કરવા સરકાર શક્તિમાન છે અને બંધાયા છે એ અમારો સરકારમાં લાભ છે. તમે જે સામ્રાજ્ય ક્‌હો છે તેના અમે અંશ છીયે એ વાત ખરી, પણ અમારો અને સરકારનો લાભ એક બીજાનું ગુરુત્વ વધારવામાં છે અને ઘટાડવામાં નથી.*[૧]આ મહાન્ કાર્યને માટે, ઈંગ્રેજી વિદ્યાથી, રાજનીતિના ઉત્તરોત્તર કુળાચાર રૂપ થઈ ગયલા અનુભવથી, અને ઈMગ્રેજોના આશ્રયથી, અમારામાં અનેક કળાઓ આવવાની, અને ઈંગ્રેજ તમારી સાથે સાસુનો સંબંધ રાખશે ત્યારે અમે તેમની દીકરીઓ પેઠે તમારી સાથે નણંદનો સંબંધ રાખશું, અને સાસુ અને નણંદનો વહુવારુ સામે એકસંપ થશે. ઈશ્વર ઘરમાં સંપ રાખશે તો અમે તમે ને તે જંપીને સુખે એકઠાં વસશું, પણ અમારા રક્ષણમાં સરકારને લાભ છે અને રાજાઓનું રાજત્વ તેઓ નષ્ટ નહી કરે. અમારાં ભાગ્ય સારાં છે.”

વીર૦ - “દેશી રાજાઓમાં હાલની ખટપટ અને ટુંકી દૃષ્ટિને સ્થાને કોઈ દિવસ પણ આ સંયોગને યોગ્ય સાત્વિક કળાઓ અને દીર્ધ દૃષ્ટિ આવે એ ધારણા જ મિથ્યા છે. ભલે તેમાં ઉદાત્તતા હોશે તો ર્‌હેશે, પણ વિદ્યા તેમની છે નહી, અને થતી નથી, તે હવે શી રીતે તેમનામાં આવવાની હતી? સરકારમાં વિદ્યા છે તો કળા છે, પણ આપણા રાજાઓમાં તો मूलं नाऽस्ति कुत्तः शाखाः ? એ વિદ્યા તે કાંઈ થોડાં ઘણાં પુસ્તકના સંગ્રહ કરવાથી આવે એમ છે?”

પ્રવીણ - “ભાઉ સાહેબ ભુલી કેમ જાવ છો? યુરોપની વિદ્યાને આપણે આકર્ષતા નથી, પણ એ વિદ્યા જાતે જ ઉડતી ઉડતી આપણા દેશ ઉપર આવી છે. એ વિદ્યાનો સત્કાર દેશી રાજ્યોમાં થાવ કે ન થાવ, એ રાજ્યોને એ વિદ્યા ઉપર પ્રીતિ હો કે ન હો, પણ એ દેશની વિદ્યાનું લાકડું એની મેળે બધે દાખલ થવાનું. ક્‌હેવત છે કે


  1. *“Its ( the paramount power's ) duty is not only to protect, but to give strength and vitality to the Native sovereignties, allowing them full scope to develop their own systems of administration. It must rely to a large extent on the argument that, not merely the interests of British territory, but the solid interests of each protected sovereign, are bound up in the common good of the United Empire." – Lee Warner's Protected Princes of India.