પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૮


સુન્દર૦- શું મોહનીમૈયા, આ મ્હારી કુમુદ તમારામાં સાધુડી થઈ ને ર્‌હેશે ને તમે અમને પાછી નહી સોંપો ?

મોહની સ્મિત કરતી બોલી : “સુન્દરગેોરી, અમે કોઈને શરણે લેઈએ છીયે ખરાં પણ પારકાને શરણે મુકતાં નથી.”

કુસુમ૦– હાશ, કાકી હાર્યાં, હવે તો કુમુદ ને કુસુમ બે જણ બાવીઓ થશે ને કાકીનું ચાલવાનું નથી.

ક્રોધમાં બોલવા જતી સુંદરને ગુણસુંદરીએ અટકાવી ને પોતે બોલી, “મોહનીમૈયા, તમે સત્ય બોલો છે, પણ મ્હારા જેવી માતાના હૃદયના દુઃખને શાંત કરવું તે તમારો ધર્મ છે.”

મેાહની૦– જો તે કાર્ય ધર્મથી સધાશે તે મોહની તેમાં સજ્જ છે. પણ, પ્રધાનપત્ની, માતાનો ધર્મ એ છે કે સંવનનથી વનિતા થઈ હૃદયથી વરેલા દયિત જનથી પુત્રીને છુટી કરવા પ્રયત્ન કરવો નહી. પણ મધુરી તમારી પુત્રી હોય તો તમે મધુરીને એક વાર વિયોગિની કરી, તે પછી એનો પરજન સાથે વઞ્ચના – વિવાહ કરાવી, એની પાસે પરગૃહમાં વાસ વસાવી, અને એક વાર આ મહાન્ અપરસ અનર્થ અધર્મ કરી, હવે ફરીથી એવું કાર્ય આરંભવા ઈચ્છશો તો સાધુજનો મધુરીનું પરમ રક્ષણ કરશે. જો મધુરી જાતે જ તમારી ઇચ્છાને આનંદથી સ્વીકારશે તો સાધુજનો તેને પતિત્યાગના પરમ અધર્મમાંથી નિવારવા ગુરુ પ્રયત્ન કરશે અને એ પ્રયત્નમાં નહી ફાવે તો મધુરીને અધર્મિણી અને સ્વૈરિણી ગણી એનો ત્યાગ કરવો ઉચિત ગણશે તે આપને પણ ગમશે. આપના ભયથી કે લજ્જાથી કે સ્ત્રીહૃદયની ગુહાઓ ઉપરના અનેક પટમાંના કોઈ પણ પટના આકર્ષણથી તે આપની જોડે આવવાની મુખથી હા ક્‌હેશે તો સાધુજનો એની અબળા જિવ્હાનો આધાર ન રાખતાં એના હૃદયના અંતર્ભાગની શુદ્ધ વાસનાને સૂક્ષ્મ ચિકિત્સા કરી જાણી લેશે. તે ચિકિત્સાને અંતે એને જો આપની જોડે આવવું ઇષ્ટ જણાશે તો સાધુજનો વાંધે નહીં પાડે; પણ સાધુજનોના શુદ્ધ ધર્મને અનુસરી નવીનચંદ્રજી સાથે કે અમારા મઠમાં ર્‌હેવાની એની અંતર્વાસના જણાશે તો સુન્દરગિરિ એને સુંદર આશ્રય આપશે, એ આશ્રય આપતાં સ્થૂલ બળના જે પ્રહાર પડશે તે સાધુજનો સહી લેશે, ને બાહ્ય શીતૌષ્ણયથી જેમ આપે એને નવ માસ સુધી ગર્ભમાં સુરક્ષિત રાખી હતી તેમ સાધુજનો એના આયુષ્ય-પર્યંત એને પોતાની વચ્ચોવચ, પરમ બળથી અને અલખના અધિકારથી, સુરક્ષિત રાખી શકશે ને રાખશે. પણ અધર્મ જેમાં