પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
સરદાર વલ્લભભાઈ


આ પરિષદના થોડા જ દિવસ અગાઉ સર નારાયણ ચંદાવરકર અને કેટલાક નેતાઓએ અસહકારની વિરુદ્ધ એક જાહેરનામું કાઢ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે દુનિયાના મુખ્ય ધર્મગ્રંથ – ગીતા, કુરાન, બાઈબલ અને પારસી અવેસ્તા અસહકારને ધર્મવિરુદ્ધ ગણે છે. એનો જવાબ આપતાં સરદારે જણાવ્યું :

"અસહકારમાં કેટલાક ધર્મભંગનો દોષ જુએ છે. હું એમના જેટલી વિદ્વત્તાનો કે ધર્મનાં તત્ત્વના જ્ઞાનનો દાવો કરતો નથી. છતાં હું એમને પૂછું છું કે પ્રજાને અસહકારમાં નહીં જોડાવા, અસહકારથી દૂર રહેવા, ટૂંકામાં અસહકારવાદીઓની સાથે અસહકાર કરવાની સલાહ આપતાં ધર્મભંગનો દોષ ક્યાં જતો રહે છે ? આપણે સર નારાયણ ચંદાવરકરને એટલું તો વિનયપૂર્વક પૂછી શકીએ છીએ કે જે સામ્રાજ્યમાં સર માઈકલ એડવાયર ‘સર’નો ઇલકાબ ધારણ કરી શકે છે અને સર રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પેાતાને ‘સર’નો ઇલકાબ ફેંકી દેવો પડે છે અને જેને આપ માથું નમાવવા લાયક ‘પ્રૉફેટ’ (પચગંબર) ગણો છો. તેમને પણ પોતાના ચાંદનો ત્યાગ કરવો પડે છે, ત્યાં આપને ‘સર’ને ઇલકાબ પાછા સોંપી દેવામાં ગીતાજીના કયા શ્લેાકનો બાધ આવે છે ?”

અસહકારની હિલચાલમાં જોખમ છે, તોફાન થવાનો ભય છે એવા આક્ષેપનો જવાબ આપતાં કહે છે

“જોખમ છે એ ખરી વાત છે. સ્વતંત્રતા સહેલાઈથી દુનિયાના કયા દેશને મળી છે ? મૂંગા બેસી રહેવામાં ઓછું જોખમ છે ? . . . જોખમના ડરથી પ્રજાની ઉન્નતિના મહાન અખતરા કોઈએ છોડી દીધા છે ખરા ? આટલું મોટું સામ્રાજ્ય બાંધનારાઓએ જોખમનો ડર રાખ્યો હોત તો આજે તેનું અસ્તિત્વ ક્યાંથી હોત ? . . . દરેક વખતે પ્રજાને પછડાતી જોઈએ અને તેમાંથી બચવાનો કોઈ માર્ગ બતાવે તો તેમાં આડો પગ મૂકીએ તો પ્રજાની ચડતી શી રીતે થાય ? બંગાળના ભાગલાથી પ્રજાનું જે અપમાન થયું હતું તેના કરતાં ખિલાફત અને પંજાબના અન્યાયો શું એાછા અપમાનકારક છે ? તે વખતે આખા દેશમાં ભડકો સળગાવનારાઓને અત્યારે કાંઈ જ લાગતું નથી ? . . .”



    રીતે અનુભવી અને બહુમાન્ય નેતાઓથી ગાંધીજીનો મત ભિન્ન હતો. તેમને એ કઠતું હતું. પણ એમનો અંતર્નાદ એમને સ્પષ્ટ કહેતો હતો કે બ્રિટિશ રાજપુરુષો ઉપર વિશ્વાસ મૂકી સુધારા સ્વીકારવા જોઈએ. એટલે કૉંગ્રેસમાં દેશબંધુ દાસના ઠરાવ ઉપર ગાંધીજીએ સુધારો મૂક્યો. ભાષણ થયાં. સામસામે મત લેવાવાની અણી સુધી મામલો પહોંચ્યો. એટલામાં સમાધાનીનો પ્રયાસ કરનારાઓએ ગાંધીજીના સુધારામાં થોડોક ફેરફાર સૂચવ્યો જે ગાંધીજી અને દેશબંધુ બંનેએ સ્વીકારી લીધો. એની વિગતો માટે જુઓ. ડૉ. પટ્ટાભી કૃત કૉંગ્રેસનો ઇતિહાસ.