પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


૧. સરકારની કેળવણી ખાતાને લગતા તા. ૫–૪–’૨૧નો હુકમ નં. ૧૮૩૩ જેની તે વખતે પુષ્કળ જાહેરાત કરવામાં આવી હતી તેનાથી મુંબઈ સરકારે, નડિયાદની મ્યુનિસિપાલિટીએ સરકારી મદદ લેવાને ઇન્કાર કરવાનું તથા પ્રાથમિક કેળવણી ઉપરનો સરકારનો અંકુશ ફગાવી દેવાનું જે કૃત્ય કર્યું હતું તે વિષે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદની અને સુરતની મ્યુનિસિપાલિટીઓએ એ જ જાતના ઠરાવે પસાર કર્યા છે. તેથી મ્યુનિસિપલ કાઉન્સિલરના, કર ભરનારા શહેરીએાના, તેમ જ આમજનતાના હિતાર્થે, આમ કરવાનાં કેટલાંક પરિણામો જે બહુ ઉઘાડાં છે, તે કેવાં આવે અને તેમાંથી કેવી સ્થિતિ ઊભી થાય તે સ્પષ્ટ કરવું જરૂરનું છે.
૨. પહેલો સવાલ તો એ ઊભો થાય છે કે મ્યુનિસિપાલિટીની સત્તા કેટલી બાબતમાં તદ્દન સ્વતંત્ર છે ? આ સંસ્થાઓ મોટાં નગરો તથા મુફસિલ શહેરોમાં મ્યુનિસિપલ કામકાજનો વધારે સારો વહીવટ થાય તે માટે સરકારે કાયદાથી સ્થાપેલી છે. કાયદેસર તેઓ એટલી જ સત્તા ભોગવી શકે જેટલી બૉમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની રૂએ સરકારે તેમને આપેલી હોય. એની મર્યાદામાં રહીને પોતાને મળેલી સત્તાઓ ભોગવવાની તેમને છૂટ છે. પરંતુ સરકાર પાસેથી જે સત્તા તેમને મળી હોય તે ઉપરાંત તેમને કશી સત્તા નથી. જો તેમને એમ લાગતું હોય કે તેમની સત્તાઓ વધારવી જોઈએ તો તે માટે બંધારણીય માર્ગ તો એ છે કે પેાતાના પ્રાંતની ધારાસભા સમક્ષ એને લગતી પોતાની જે દરખાસ્તો હોય તે તેમણે લાવવી. પણ અત્યારે જ જે સત્તાઓ તેઓ ધરાવે છે તેનો દુરુપયેાગ કરવાનું વલણ અખત્યાર કરવાની તેઓ જક પકડી બેઠા છે; તો છે તેથીયે વિશાળ સત્તાઓ માગવાનો તેમનો કેસ મજબૂત થાય છે કે કેમ તે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વિચારવા જેવું છે. છતાં એ વિચાર બાજુએ રાખીએ તોપણ એટલું તો નક્કી છે કે અત્યારે જે સત્તા તેઓ ધરાવે છે અથવા ભવિષ્યમાં ધરાવતા થશે તે સરકારે જ તેમને આપેલી હશે. જે મ્યુનિસિપાલિટી સરકાર સાથેનો સંબંધ ખરેખર કાપી નાખે છે તે શરીરમાંથી કાપીને છૂટા પાડી નાખેલા માણસના હાથ જેવી છે. એટલે કે તે મરી ગયેલી છે.
૩. મ્યુનિસિપલ ઍક્ટની રૂએ કેટલાક નિયમો ઘડવામાં આવેલા છે. એ નિયમો ખુદ કાયદાની કલમો જેટલા જ બંધનકર્તા છે. બધી મ્યુનિસિપાલિટીઓ જાણે છે કે મ્યુનિસિપલ એક્ટની પ૮મી ફલમની રૂએ કારોબારી સરકારે ઘડેલા નિયમથી, સાર્વજનિક કેળવણીની બાબતમાં મ્યુનિસિપાલિટીઓની સ્વતંત્ર સત્તા કેટલી છે તેની મર્યાદા આંકવામાં આવેલી છે. જે કોઈ મ્યુનિસિપાલિટી એ નિયમોનું અતિક્રમણ કરે છે તે તેટલે દરજ્જે પોતાની સત્તાની બહાર જાય છે અને મ્યુનિસિપલ ઍક્ટે તેમના ઉપર મૂકેલી ફરજ અદા કરવામાં ચૂકે છે અને તેથી મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૮ તથા ૧૩૯માં જણાવેલા ઉપાયને પાત્ર થાય છે. જો કે સરકારની ઇચ્છા હાલને તબક્કે એ ઉપાયોનો અમલ કરવાની