પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૧
બારડોલી સત્યાગ્રહ

આવ્યો છે, તેનો વિચાર કરીને પણ આપણે ત્યાં સારા રસ્તા કરવા જોઈએ. ૧૯ર૬ સુધી તો એવો કોઈ સારો રસ્તો બારડોલી તાલુકામાં થયો ન હતો.

૪. તાલુકાની વસ્તીમાં ત્રીસ વર્ષમાં ૩૮૦૦નો વધારો થયો, એ વધારો કહેવાતો હશે ?

૫. ઢોરમાં એકલી ભેંસોની સંખ્યા થોડી વધી હતી પણ બળદની સંખ્યામાં ઘટાડો થયાનું શ્રી જયકરે પણ કબૂલ કર્યું હતું.

૬. પાકાં નવાં મકાન મોટે ભાગે લોકોએ આફ્રિકાથી ધન કમાઈ લાવીને બાંધ્યાં હતાં.

૭. રાનીપરજ લોકોમાં કેળવણી અને દારૂનિષેધની ચળવળ લોકોએ ચલાવી તેથી શું તેમના ઉપર ૨૨ ટકા મહેસૂલ વધારવું ? હકીકતમાં તો એ લોકો ઉપર કરજનો બોજો વધતો જતો હતો અને લોકો જમીન ખોતા જતા હતા.

૮. માલના ભાવ લડાઈને કારણે ૧૯૧૮ પછી વધવા માંડ્યા હતા પણ ૧૯૨૫ પછી ઘટવાના શરૂ પણ થઈ ગયા હતા.

૯. ખેતીનું ખર્ચ બમણું નહીં પણ ચાર ગણું વધ્યું હતું. જે બળદ જોડના સો રૂપિયા પડતા તેના ૧૯૨૫–૨૬ માં ચારસો પડતા. જે ગાડાં પચાસ કે પોણોસો રૂપિયે થતાં તેના દોઢસો આપવા પડતા. જે દૂબળો પચીસ કે ત્રીસ રૂપિયે કામે બંધાતો તે બસો કે ત્રણસો રૂપિયે પણ નહોતો મળતો.

૧૦. જમીનની કિંમતમાં લડાઈ પછીનાં વરસોમાં વધારો થયો હતો ખરો, પણ ગામેગામ થયેલાં વેચાણની તપાસ કરતાં મોટા ભાગનાં વેચાણ પરદેશથી કમાઈ આવેલા લોકોએ કરેલાં જોવામાં આવ્યાં હતાં. સેટલમેન્ટ રિપોર્ટમાં પરદેશની કમાણીનો ઉલ્લેખ સરખો નહોતો.

૧૧. ગણોતના દાખલાઓમાંથી વેચાણ ગીરો જેમાં વ્યાજ ગણોત તરીકે ગણવામાં આવ્યું હોય, જમીનમાં ખાતર નાખવાથી અથવા બીજો સુધારો કરવાથી વધુ ગણોત ઊપજ્યું હોય, પોતાના ખેતરની નજીકનું જ ખેતર ખેડૂત ગણોતે રાખે તેના ચાલુ દર કરતાં વધુ પણ આપે, એવાં એવાં કારણોએ ભારે ગણોતો ઊપજ્યાના દાખલાની બરાબર તપાસ કરી તે બાદ કરવાં જોઈએ અને શુદ્ધ ગણોત તારવવાં જોઈએ. પણ સેટલમેન્ટ ઑફિસરે આવી કશી તપાસ કરી નહોતી.

બારડોલી તાલુકા સમિતિએ નીમેલી તપાસ સમિતિએ રિપોર્ટની એકેએક દલીલના ઉપર પ્રમાણે રદિયા આપ્યા અને વધારો તો શું પણ ચાલુ દર પણ વાજબી નથી એ ખેડૂતોના આવકખર્ચના આંકડા આપી બતાવ્યું. ધારાસભામાંના પોતાના પ્રતિનિધિઓને આગળ કરી લોકો રેવન્યુ મેમ્બરની પાસે ડેપ્યુટેશન લઈ ગયા. સરકારનો ઠરાવ બહાર પડ્યા પછી તાલુકાના ખેડૂતોની એક પરિષદ