પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સરદાર વલ્લભભાઈ

મેં કહ્યું : “વલ્લભભાઈ ભાગ્યે જ સરકારનાં કૃત્યોનો આવો ઉદાર અર્થ કરે છે.”

બાપુ : “હમણાં સંસ્કૃતનો અભ્યાસ કરવા માંડ્યો છે ને !”

તા. ૧૪-૭-’૩ર : પેલી નકામી ટપાલમાં પંજાબના એક… ખાનનો કાગળ હતો કે તમે રાજકારણમાં ન સમજો. એ આગાખાન અને શાસ્ત્રી સપ્રુને જેવાને સોંપો. તમે હિમાલય જાઓ. તેને બાપુએ પોતાને હાથે લખ્યું : “જેલની એકાંતમાં બહુ ઊંડું ચિંતન કરતાં પણ મારા વિચારોમાં કશો ફરક પડ્યો નથી.”

વલ્લભભાઈ : “આ ગાળો દેનારને તમે શા સારુ હાથે કાગળ લખ્યો ?”

બાપુ: “એને હાથે લખવો જોઈએ.”

વલ્લંભભાઈ : “ગાળો દેનાર એટલે, કેમ ? આમ જ ઘણા લોકો ફાટી ગચા છે.”

બાપુ: “મને નથી લાગતું, આપણને એમાં કશું નુકસાન થયું હોય.”

તા. ૧૫-૭-’૩૨: આજે હોરનું બીજું ભાષણ પહેલાની પૂર્તિ માં અને લિબરલોના જવાબમાં થયેલું છાપામાં આવ્યું. વલ્લભભાઈએ પૂછ્યું: “કેમ લાગે છે?” મૉડરેટોની ખુશામત તો કરી છે.”

બાપુ કહે : “ના, એમાં કાંઈ નથી. એ ભાષણમાં ચાલાકી સિવાય કશું જ નથી, અને મને બહુ નિરાશા થાય છે. હું એને પ્રામાણિક માનતો હતો. આ ભાષણમાં એ પ્રામાણિક મટી ચાલાક બન્યો છે.”

વલ્લભભાઈ : “કાગળ લખો ને.”

બાપુ : “કાગળ લખવાનું ઘણી વાર મન થયું છે.”

તા. ૨૦-૭-’૩ર : વલ્લભભાઈનું સંસ્કૃત સરસ ચાલી રહ્યું છે. એમની સરળતાનો કાંઈ પાર નથી. મને પૂછે, “મહાદેવ, આ વિભક્તિ શું ? અને नृपः કહેવાય તો राजः કેમ નહીં, અને विद्वानः કેમ નહી ?” પણ આજે જ્યારે બ્રહ્મચર્ય ઉપરના મહાભારતના શ્લોકો આવ્યા ત્યારે ઘડીક વાર એ પણ સ્તબ્ધ થઈ ગયા. મેં બાપુને કહ્યું: “સંસ્કૃત ભાષાનું સંગીત બીજી કોઈ ભાષામાં નહીં હોય અને એમાં બ્રહ્મચર્ય વિષે જે લખાયું છે તે પણ બીજા એકે સાહિત્યમાં નહી હોય.”

બાપુ: “સંગીત વિશે તો કંઈ ન કહેવાય. ગ્રીકલૅટિનમાં હશે. પણ બ્રહ્મચર્ય વિષે અને સત્યને વિષે તો ભાગ્યે જ બીજા કોઈ સાહિત્યમાં સંસ્કૃતની બરોબરી કરી શકે એવું હશે.”

૨૩-૭-’૩૨ : રાત્રે સૂતી વખતે બાપુ કહે: “વલ્લભભાઈ, આ ગુજરાતી કાગળોને વિષે આપણે કડવો ઘૂંટડો પી રહ્યા છીએ એ ખબર છે ના ?”

વલ્લભભાઈ : “શી રીતે ?”

બાપુ: “અંગ્રેજી કાગળો તો તરત મોકલી શકાય પણ ગુજરાતીની તો મુશ્કેલી રહેશે એમ લખે છે. એટલે એ લોકોમાં આપણા માણસોનો અવિશ્વાસ છે એ મને ભારે અપમાનભર્યું લાગે છે. આપણા ગુજરાતી કાગળનું તો ભાષાંતર થાય અને એ લોકો પાસ કરે ત્યારે જ જઈ શકે. એટલે એ લોકોમાં કોઈ ગુજરાતી જાણનાર એવો ન મળે કે જેનો એમને વિશ્વાસ હોય ! એ ભયંકર