પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૧
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

“ નવું પ્રધાનમંડળ રચવાના ગવર્નરના આમંત્રણને સ્વીકાર કરીને, કૉંગ્રેસની નીતિ વિરુદ્ધ જઈને નવું પ્રધાનમંડળ રચીને તથા પાર્લમેન્ટરી કમિટી અને કારોબારી સમિતિની સભાઓ તરતમાં જ ભરાવાની હતી એમ જાણતાં છતાં એ કમિટીઓને જણાવ્યા વિના વફાદારીના સોગંદ લઈને ડૉ. ખરેએ શિસ્તભંગનો બીજો અપરાધ કર્યો છે.

"આ બધાં કૃત્યોથી ડૉ. ખરે કૉંગ્રેસના તંત્રમાં જવાબદારીનાં સ્થાન ભોગવવાને નાલાયક ઠર્યા છે. તેઓ જ્યાં સુધી કૉંગ્રેસી તરીકે પોતાની સેવા વડે કડક શિસ્તનું પાલન કરવાને અને પોતે ઉપાડેલી ફરજો પાર પાડવાને સમર્થ છે એમ બતાવી આપે નહીં ત્યાં સુધી કૉગ્રેસના તંત્રમાં જવાબદારીનાં સ્થાન ભેગવવાને નાલાયક ગણાશે.

“ કારોબારી સમિતિ દિલગીરી સાથે એવા નિર્ણચ ઉપર આવી છે કે મધ્ય પ્રાંતના ગવર્નરે બેહૂદી ઉતાવળ કરીને રાતનો દિવસ કર્યો અને આ પ્રાંતને પરાણે વિષમ પરિસ્થિતિમાં મૂક્યો. તે ઉપરથી તેમણે બતાવી આપ્યું છે કે તેઓ કૉંગ્રેસને પોતાથી બને તેટલી નબળી પાડવા અને બદનામ કરવાને આતુર હતા. કારોબારી સમિતિ માને છે કે પ્રધાનમંડળના સભ્યોમાં શું ચાલી રહ્યું છે, અને પાર્લમેન્ટરી કમિટીનું શું ફરમાન છે તેની તેમને ખબર હોવી જ જોઈએ. એમ છતાં અઘટિત ઉતાવળ કરીને ત્રણ પ્રધાનોનાં રાજીનામાં સ્વીકાર્યા અને બીજા ત્રણનાં રાજીનામાં માગ્યાં અને તેમણે રાજીનામાં આપવાની ના પાડતાં તેમને બરતરફ કર્યા, ત્યાર પછી તરત જ ડૉ. ખરેને નવું પ્રધાનમ મંડળ રચવા બોલાવ્યા અને કારોબારી સમિતિની સભા તરતમાં જ મળવાની હતી તેની રાહ જોયા વિના નવા પ્રધાનમંડળના જેટલા સભ્યો હાજર હતા, તેટલાની પાસે વફાદારીના સોગંદ લેવડાવ્યા એ બધું એમણે કરવું જોઈતું ન હતું.”

ઉપર પ્રમાણે ઠરાવ પસાર થઈ ગયા પછી ડૉ. ખરેએ કૉંગ્રેસના પ્રમુખ શ્રી સુભાષચંદ્ર બોઝ ઉપર લખેલો નીચેનો કાગળ મળ્યો :

પ્રિય શ્રી બોઝ,

“ તમે આપેલી સલાહ વિષે મેં બહુ કાળજીથી વિચાર કર્યો છે. એ વિષે મારા મિત્રો તથા સાથીઓની પણ મેં સલાહ લીધી છે. મને જણાવતાં દિલગીરી થાય છે કે જે મુસદ્દો મને આપવામાં આવ્યો છે અને જે સાફ કરીને તેના પર સહી કરવાનું મને કહેવામાં આવ્યું છે તે હું માન્ય રાખી શકું તેમ નથી. હું એ સ્વીકારવા તૈયાર નથી કે મેં કોઈ પણ જાતનો શિસ્તભંગનો દોષ કર્યો છે. હું એ પણ સ્વીકારવા તૈયાર નથી કે મારાં કૃત્યથી કૉંગ્રેસની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો છે. મને આપેલા મુસદ્દામાં કૉંગ્રેસનાં જવાબદારીનાં અને વિશ્વાસનાં સ્થાના ભોગવવાની લાયકાત વિષે કેટલાંક સૂચનો છે, તે આધાર વિનાનાં છે. હું દિલગીર છું કે તેની સાથે હું સંમત થઈ શકતો નથી.

“ વિશેષમાં મારે જણાવવું જોઈએ કે પ્રધાનમંડળની જવાબદારી સંયુક્ત ન હોવી જોઇએ એ વિષે તથા પ્રધાનો પ્રથમત: વડા પ્રધાનને જવાબદાર ન હોવા જોઈએ એ વિષે તથા તેઓ દરેક છૂટા છૂટા કૉંગ્રેસની પાર્લમ્ર્ન્ટરી કમિટીને જવાબદાર હોવા જોઈએ એ વિષે મારો સિદ્ધાંતનો મતભેદ છે. હું એવો