પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૪
સરદાર વલ્લભભાઈ
અમલદારો સામે બેદિલી, બેવફાદારી, તિરરકાર અને ઘૃણાની લાગણી ઉશ્કેરવાના હેતુથી ચળવળ શરૂ કરવા ઇરાદો રાખે છે. અને એમ માલૂમ પડે છે કે આવા પ્રકારની ચળવળ રાજકોટના લોકોની શાંતિ, સ્વસ્થતા અને કાયદેસર ધંધાને અડચણકર્તા થઈ પડે તેમ છે. એટલું જ નહીં પણ ચળવળખોરોનાં ધ્યેય અને હેતુ રાજ્યઅમલ બંધ પાડી દેવા અને કેટલીક ગેરકાયદેસર ચળવળથી રાજ્યકારોબાર ચાલી ન શકે તેવો હોઈને, કાયદો અને વ્યવસ્થાના સંરક્ષણ અને સર્વ રાજ્યની સલામતી ખાતર નીચે પ્રમાણે હુકમનો અમલ કરવા અમોને જરૂરિયાત લાગી છે.
૨. હરકોઈ શખસ નીચે જણાવ્યા મુજબ કૃત્યો કરશે તેને પેટા ૧માં જણાવ્યા પ્રમાણે ચળવળમાં ભાગ લેવા અથવા તેમાં મદદગારી કર્યાનું ગણવામાં આવશે.
(અ) ખર્ચ પૂરું પાડશે અથવા નાણાંની અગર બીજા સાધનોથી મદદ કરશે.
(બ) ચળવળ ઊભી કરવા અગર તેને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી ખાનગી કે જાહેર કૉન્ફરન્સ કે મીટિંગમાં હાજરી આપશે.
(ક) કોઈ પણ શખસના કાયદેસર ધંધામાં કે તેની ફરજ બજાવવામાં જો કોઈ અટકાયત કે અડચણ કરશે તે.
૩. … આ હુકમના પ્રોવિઝન નીચે ગુનો કરનાર હરકોઈ શખસ બે વરસની ગમે તે પ્રકારની સજા અને રૂા. બે હજાર સુધીના દંડને પાત્ર થશે.
૪. બધી મિલકત જેમ કે ટ્રક્સ, મોટરકાર્સ અથવા બીજા પ્રકારનાં વાહનો તેમ જ ફંડ્સ, ફ્લૅગ્સ, અને બંટિંગ્સ, પ્રેસિસ, ટાઇપરાઇટર્સ, લાઉડ સ્પીકર્સ અને એવી હરેક પ્રકારની મિલકત જે કાઉન્સિલને માનવા કારણ જણાય કે તેવી મિલકત ચળવળ આગળ વધારવાના કે ચાલુ રાખવાના ઉપયોગમાં વાપરવામાં આવી છે કે વાપરવાનો ઇરાદો છે, તે તમામ મિલકત કાઉન્સિલના હુકમથી જપ્ત કરી ખાલસા કરવામાં આવશે. …”

બીજા ઑર્ડિનન્સથી રાજ્યની હદમાં નીચેનાં છાપાંઓને આવતાં બંધ કરવામાં આવ્યાં :

૧. જન્મભૂમિ, ૨. સંદેશ, ૩. નવસૌરાષ્ટ્ર, ૪. ફૂલછાબ, ૫. ગુજરાત સમાચાર, ૬. રાજસ્થાન, ૭. મુંબઈ સમાચાર, ૮. જય સૌરાષ્ટ્ર.

ઑર્ડિનન્સો બહાર પાડવાની સાથે રાજકોટમાંથી શ્રી ઢેબરભાઈ. વજુભાઈ શુક્લ વગેરે આગેવાનોની સામટી ધરપકડ કરવામાં આવી. શહેરમાં ઘોડેસવાર અને હથિયારબંધ પોલીસ ફેરવવામાં આવી અને નાકે નાકે ગોઠવી દેવામાં આવી. લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા : “આ વખતનો રંગ જુદો લાગે છે.” “આ પોલીસ અને ઘોડેસવારો તો એજન્સીના દેખાય છે.” “હોય જ ને. આ વખતે તો વીરાવાળો અને ગિબ્સન બેઉ