પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સર્વોદય



૧.
સાચનાં મૂળ


માણસો ઘણી ભૂલથાપ ખાય છે. પણ અરસપરસની લાગાણીની અસરનો વિચાર કર્યા વિના માણસો કેમ જાણે સંચાની માફક જ કામ કરતા હોય નહિ, એમ ધારી લૈ તેઓની વર્તનૂકને સારુ કાયદા ઘડવા એના જેવી બીજી મોટી ભૂલ એકે જોવામાં આવતી નથી. અને એવી ભૂલ તે આપણને હીણપત લગડનારી ગણાય. જેમ બીજી ભૂલોમાં ઉપર ટપકે જોતાં કંઈક આભાસ જોવામાં આવે છે . તેમ લૌકિક નિયમમોને વિસે પણ જોવામાં આવે છે. લૌકિક નિયમ બાંધનારા કહે છે કે, ' અરસપરસ લાગની એ તો અકસ્માત ગણવો, અને તેવી લાગણીને માણસની સાધારણ પ્રકૃતિના ધોરણ ધક્કો પહોંચાડનાર ગનવી. પણ લોભ અને આગળ વધવાની ઇચ્છા એ તો હમેંશા રહે છે. એટલે અકસ્માતને દૂર રાખીને, માણસને સંચો ગનીને, કેવી જાતની મજૂરીથી ને કેવી લેવદેવથી માણસ વધારેમાં વધારે દોલત