પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
સર્વોદય

એકઠી કરી શકે એ વિચારવાનું છે. આવા વિચારને આધારે ધોરણ રચીને પછી એકબીજાની મરજીમાં આવે તેટલી અરસપરસ આગાનીનો ઉપયોગ કરી ભલે લૌકિક વહેવાર ચલાવાય.'

જો અરસપરસ લાગણીનું જોર લેવદેવના ધારાની જાતનું હોય તો ઉપરની દલીલ બરોબર ગણાત. માણસની લાગણી એ અંતરનું બળ છે. લેવદેવના ધારા એ એક સંસારી નિયમ છે. એટલે બન્નેની જાત એક નથી. એક વસ્તુ અમુક દિશામાં જતી હોય અને તેની ઉપર એક તરથી જાથુક જોર થતું હોય ને બીજી તરફ આકસ્મિક જોર થતું હોય, તો આપણે પહેલાંથી જાથુક જોરનું માપ કરીએ ને પછી આકસ્મિક જોરનું માપ કરીએ. બન્નેના તારણ ઉપરથી તે વસ્તુની ગતિનો નિશ્ચય આપણે કરી શકીશું. આમ આપણે કરી શકીએ છીએ તેનું કારણ એ કે આકસ્મિક અને જાથુકના જોર બન્ને એક જાતના છે. પણ માણસ જાતના વહેવારમાં લેવદેવના જાથુક નિયમનું જોર અને અરસપરસ લાગણી રૂપી આકસ્મિક જોર એ બેની જાત જુદી છે. લાગની એ માણ્સ ઉપર જુદા પ્રકારની અને જુદી રીતે અસર કરે છે. તેથી માણસનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે જેમ અમુક વસ્તુની ગતિની ઉપર જુદા જુદા જોરની અસર આપણે સરવાળા બાદબાકીના