પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
સર્વોદય

નિયમથી તપાસીએ તેમ લાગનીની અસરને આપણે તપાસી શકતા નથી. લેવદેવના ધારાનું જ્ઞાન માણસની લાગણીની અસર તપાસતી વેળા કંઈ કામમાં આવતું નથી.

લૌકિક શાસ્ત્રના ધારા ખોટા છે એમ કહેવાનું કંઈ કારણ નથી. કસરતી શિક્ષક જો ધારે કે માણસને માત્ર માંસ જ છે ને હાડપિંજર નથી, ને પછી ધારા ઘડે તો ભલે તેના ધારા ખર હોય, પણ તે ધારા હાડપિંજરવાળા માણાસ્ને લાગુ નહિ પડે. તેમજ લૌકિક શાસ્ત્રના ધારા ખરાં હોવાં છતાં લાગનીથી બંધાયેલ માણસને લાગુ પડી શક્તા નથી. કોઈ કસરતબાજ એમ કહે કે માણસનાં માંસને નોખું પાડી તેના દડા બનાવીએ, તેને લાંબુ કરી તેની દોરીઓ બનાવીએ. પછી તે એમ પણ કહે તેમાં જો હાડપિંજર દાખલ કરીએ તો કેટલી હરકત આવશે. આવું બોલનરને આપણે ગાંદો કહીશું, કેમકે હાડપિંજર કંઈ માંસથી નોખું પાડીને કસરતના નિયમ ઘડી શકાશે નહિ. તેમજ લૌકિક શાસ્ત્રના નિયમ માણસ જાતની લાગણી દૂર કરીને ઘડાય તે માણસને કામના નથી. છતાં હાલના લૌકિક વહેવાર બજાવનારા શાસ્ત્રીઓ પેલા કસરતી શિક્ષકની જેમ કરે છે. તેઓના હિસાબ પ્રમાણે માણસ શરીર -સંચો-માત્ર છે, ને તેમ ધારીને તેઓ નિયમ ઘડે