પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
સર્વોદય

છે. તેમાં જીવ છે એમ જાણે છે, છતાં તેની ગણતરી કરતા નથી. આવું શાસ્ત્ર તે જેમાં જીવ — આત્મા — રૂહ પ્રધાન છે — મુખ્ય છે — તેવા માણસને કેમ લાગુ પડી શકે?

અર્થ શાસ્ત્ર એ શાસ્ત્ર નથી. તે નકામું છે એમ, જ્યારે હડતાલો પડે છે ત્યારે, આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ. તેવે સમયે ધણીઓ એક વિચાર કરે છે, નોકરો બીજો કરે છે, લ્વદેવના ધારા એકેકે આપણે લાગુ કરી શક્તા નથી. માણસો માથાફોડ કરી બતાવવા માગે છે કે નોકર-શેઠના સ્વાથ એક અ દિશામાં હોય છે. તેમાંનું કંઈ તેઓ સમજતા નથી. હકીકત એમ છે કે એકકબીજાનો દુન્વયી — પૈસાનો — સ્વાર્થ એક જ ન હોય છતાં એકબીજાએ કંઈ સામાવાળિયા રહેવાની કે થ્વાની જરૂર નથી. એક ઘરમઆં ભૂખમરો હોય. ઘર્મા મા અને તેનાં છોકરાં હોય. બન્નેને ભૂખ લાગી છે. આમાં બન્નેનો — મા છોકરાંનો — ખાવામાં સામસામો સ્વાર્થ છે. મા ખાય તો છોકરાં ભૂખે મરે ને છોકરાં ખાય તો મા ભૂખે રવડે. છતાં મા અને છોકરાં વચ્ચે અંતર નથી. મા વધાએ જોરાવર હોવાથી પોતે રોટીનો ટુકડો ખાઈ જતી નથી. તેજ પ્રમણે માણસો વચ્ચીના સંબંધમાં સમજવું ઘટે છે.