પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
સાચનાં મૂળ

કદાપિ એમ ધારીએ કે માણ્સોને પશુઓમાં કંઈ તફાવત નથી, આપણે પશુઓની માફક એકબીજાના સ્વાર્થને સારુ લડવું જ જોઈએ. તો પણ આપને નિયમ બાંધીને કહી શકતા નથી કે શેઠ નોકર વચ્ચે હંમેશા અંતર રહે કે ન રહે. સ્થિતિ પ્રમાણે તે ભાવમાં ફેરફાર થયા કરે છે. જેમ કે કામ સારું થવું જોઈએ અને કિંમત પૂરી મળવી જોઈએ, એ તો બન્નેનો સ્વાર્થ છે. પણ નફાનો ભાગ તપાસતાં એકને લાભ હોય ને બીજાને ગેરલાભ થાયા એમાં બની શકે છે. નોકરો માંદા અને નમાલા રહે એટલો ઓછો દરમાયો આપવામાં શેઠનો સ્વાર્થ નથી સચવાતો, અને જો કારખાનું બારોબાર ના ચાલી શકે તોપણ ભારે પગારા માગવો તેમાં નોકરનો સ્વાર્થા નથી સચવાતો. જો શેઠના સંચાનું પૈડું દુરસતા કરવાના પૈસા શેઠની પાસે ન હોય તો નોકરે પીરો પગાર કે બિલકુલ પગાર માગવો એ દેખીતું ખરાબ ગણાય.

એટલે આપણે જોઈ છીએ કે, આપલેના ધોરણ ઉપરથી આપણે કંઈ શાસ્ત્ર ઘટાવી શકીએ એ બનવા જોગ નથી. ઇશ્વરી નિયામાં જ એવો છે કે પૈસાની વધઘટના ધોરણ ઉપર માણસોનો વહેવાર ના ચાલવો જોઈએ. તે વહેવારનો આધાર ન્યાયના ધોરણ ઉપર છે, એટલે માણસે સમયા વર્તીને નીતિએ