પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
સર્વોદય

આને આપલેના ધારા ઘડનારા અર્થશાસ્ત્ર કહે છે, અને તેઓ જણાવે છે કે આમ આમ જેટલું બ્નને તેટલું કામ ઓછામાં ઓછા પૈસાથી કરાવતાં શેઠને લાભ મળે છે, છેવટે આકઝી કોમને લાભ મળે છે ને તેથી છેવટમાં નોકરોને પણ લાભ મળે છે.

પણ વિચાર કરતાં આપણે જોઈશું કે આ વાતા બરોબર નથી. જો નોકરા એકા યંત્ર કે સંચો હોત અને તેને ચલાવવામાં માત્ર અમુક જાતના કોરનું જ કામ હોત તો એ હિસાબ લાગુ પડત. ફણા અહીં તો નોકરને ચલાવનારું જોર તેનો આત્મા છે. અને આત્માનું બાળા તે અર્થશાસ્ત્રીઓના બધા નિયમોને ઊંધા વાળે છે ને તેને ખોટા પાડે છે. માણસરૂપી યંત્રમાં પૈસારૂપી કોલસા ભરવાથી વધારેમાં વધારે કામ નહીં લઈ શકાય. તેનું સરસ કામ જ્યારે તેની લાગણી ઉશ્કેરવામાં આવશે ત્યારે જ થશે. શેઠ નોકરાણી વચ્ચે ગાંઠ પૈસાની નહિ પણ પ્રીતિની હોવી જોઈએ.

સાધારણ રીતે એમાં બને છે કે, જ્યારે શેઠ હોશિયાર અને ઉત્સાહી હોય છે ત્યારે દબાણથી નોકર ઘણે ભાગેપોતાનું કામ કરે છે. વળી એમાં પણ બને છે કે, જ્યારે શેઠ આળસુ અને નબળો હોય છે ત્યારે નોકરનું કામ જોઈએ તેટલું નથી થતું. પણ ખરેખરો નિયમ તો એ છે કે, હોશિયારીમાં એકસરખા