પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
૧૬
સર્વોદય

બે શેઠ લઈશું તો લાગણીવાળા શેઠનો નોકરલાગણી વિનાના શેઠ ના નોકર કરતાં વધારે ને સરસ કામ કરશે.

કોઈ કહેશે કે એ નિયામાં બારોબર નથી; કેમકે માયા અને મહેરબાનીનો બદલો ઘણી વેળા ઊલટો જ મળે છે ને નોકર માથે ચડે છે. ફણા એવી દલીલ વાજબી નથી. જે નોકરા માયાના બદલામાં બેદરકારી બતાવે છે તે નોકર, જ્યારે તેની ઉપર સખતી વાપરવામાં આવશે ત્યારે, ખારીલો બનશે. ઉદારા દિલના શેઠ તરફ જે નોકર અપ્રમાણિક થશે તે નોકર અન્યાયી શેઠને નુકસાન પહોંચાડશે.

એટલે દરેક વખતે ને દરેક માણસ તરફ પરોપકારી નજર રાખવાથી સારું જ પરિણામ આવે છે. અહીં આપણે લાગણીનો એકા જાતનો વિચાર કરીએ છીએ. માયા એ સરસ છે તેથી હમેશાં વાપરવી એ એકા જુદી વાત છે. તેનો આપણે અહીં વિચાર નથી કરતા. આપણે તો અહીં એટલું જ બતાવીએ છીએ કે અર્થશાસ્ત્રના સાધારણ નિયમો આપણે જોઈ ગયા તે બધાને માયા-લાગાણી રૂપી જોર બરબાદ કરે છે. એટલું જ નહિ, પણ લાગણી એકા જુદા જ પ્રકારનું જોર હોવાથી અર્થશાસ્ત્રના બીજા નિયમો સાથે નથી નભતું, પણ તે નિયમોને એક કોરે મૂકીને