પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
૧૭
સર્વોદય

જ નભી શકે છે. જો શેઠા તાજવાશાહી હિસાબ કરે ને બદલો મળવાના ઇરાદાથી જ માયા બતાવે તો તેને નિરાશ થવાનો સંભવ છે. માયા તે માયાને ખાતરજા બતાવાય, અને બદલો વગર માગ્યે પોતાની મેળે જ આવે છે. કહેવાય છે કે, આપ મેળવતાં આપે જ મરવું જોઈએ ને આપણે રાકહતાં આપ જાય છે.

પલટણ અને તેના સરદારનો દાખલો લઈએ. જો કોઈ સરદાર અર્થશાસ્ત્રના નિયમનો લાગુ પાડીને પોતાની પલટણના સિપાઈ પાસેથી કામ લેવા માગશે તો ધારેલું કામ તે નહિ કરી શકે ઘણા દાખલાઓમાં જોઈએ છીએ કે જે પલટણનો સરદાર પોતાના સિપાઈના સંબંધમાં આવે છે, તેઓની સાથે માયાથી વર્તે છે, તેમના ભલાથી રીઝે છે, તેઓનાં દુઃખમાં ભાગ લે છે, તેઓની જાતની રખેવાળી કરે છે, ટૂંકમાં તેઓની તરફ લાગણી ધરાવે છે તે સરદાર સિપાઈઓની પાસેથી ગમે તેવું કામા હશે તે લઈ શકશે. આઇતિહાસિકા દાખલ;આ લેતાં આપણે જોઈએ છીએ કે જેમાં સિપાઈઓ સરદારને ચાહતા નથી ત્યાં ભાગ્યે જ લડાઈ જિતાયેલી જોવામાં આવે છે. આમાં સરદારા અને સિપાઈની વચ્ચે લાગણીનું જોર એ ખરું જોર છે. તેમાં જ લૂંટારાઓની ટોળીમાં પણ સરદારની તરફ લૂંટારુની ટોળીપૂરી લાગાની ધરાવે છે. તેમ છતાં મિલો વગેરે કારખાનાં શેઠ