પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
સર્વોદય

કાકર વચ્ચે આવો ઘાતો સંબંધા આપણે જોતા નથી. તેનું એકા કારણ તો એ છે કે આવાં કારખાનાઓમાં નોકરોના પગારનો આધાર લેવાદેવાના ધારાઓ ઉપર રહે છે. એટલે શેઠ ચાકરની વચ્ચે માયા વર્તવાને બદલે અમાયા વર્તે છે અને લાગણીને બદલે તેઓનો સંબંધ વિરોધ — સમિવાડિયા જેવો જોવામાં આવે છે. ત્યારે આપણે બે સવાલોનો વિચાર કરવો રહ્યો.

એક તો એ કે લેવાદેવાનો હિસાબ કર્યા વિના નોકરનો પગાર કેટલે દરજ્જે ઠરાવી શકાય.

બીજો એ કે, જેમ જૂનાં કુટુંબોમામ નોકરો હોય છે અને શેઠ નોકર વચ્ચે સંબંધ રહે છે અથવા તો પલટણમાં સરદાર સિપાઈઓ વચ્ચે સંબંધા રહે છે, તેમાં જ કારખાનાંમાં નોકરોની આમુક સંખ્યા, ગમે તેવો વખત આવે છતાં, વધઘટ કર્યા વિના કેવી રીતે રાખી શકાય.

પહેલા સવાલનો વિચાર કરીએ. એ અજાયબીની વાત છે કે અર્થશાસ્ત્રીઓ કારખાનાંના કામદારોના પગારની હદ રાખી શકાય એવું કરતા જ નથી. છતાં આપણે જોઈએ કે ઇંગ્લડનાં વડા પ્રધાનના પદનું લીલામાં કરીને વેચાણ કરતા નથી. પણ આગેમ તેવો માણસા હોય છતાં તેને એક જ પગાર અપાય છે. તેમાં જ જે ઓછામાં ઓછો પગાર લે એવા માણસને પાદરી બનાવતા નથી. વાઇડા વકીલોની સાથે પણ