પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
સર્વોદય

સાધારણ રીતે એવો સંબંધ રાખતા નથી. એટલે આપણે જોઈએ છીએ કે ઉપર મુજબના દાખલામાં આપણે અમુક હદ પ્રમાણે જ પગાર આપી છીએ. ત્યારે કોઈ કહેશે, શું સારા અને ખરાબા મજૂરોને એક જ પગાર હોય ? હકીકતમાં તો એમ જ જોઈએ. પરિણામ એ આવશે કે, જેમ આપણે વૈદની પાસે કાઈશું તેમ આજા એકા જ દર મજૂરોનો હોવાથી સારા કડિયા સુતાર પાસે જ જઈશું. સારા કામદારનું ઇનામ એ જ કે તેને પસંદ કરવામાં આવશે. એટલે કુદરટી અને ખરો નિયમ એ જ થયો કે બધા વર્ગોમાં તે તે વર્ગોના કામના આધારે પગારની હદ બાંધવી જોઈએ. જ્યાં આવડતા વગરનો માણસ ઓછો દરમાયો લઈને શેથોને ભુલાવામાં નાખી શકે છે ત્યાં અંતે પરિણામ બૂરું જ આવે છે.

હવે બીજા સવાલનો વિચાર કરીએ. તે એ કે વેપારની ગમે તે સ્થિતિ હોય છતાં કારખાનાંમાં જેટલા કામદારોને અસલ રાખ્યા હોય તેટલા ને રાખવા જ જોઈએ. જ્યારે અનોશ્ચિત રીતે કામદારોને કામ મળે છે ત્યારે તેઓને વધારે પગાર માગવો જ પડે છે. પણ જો કોઈ પ્રકારે તેઓને ખાતરી થાય કે પોતાની નોપ્કરી જીવત જાગૃત ચાલશે તો તેઓ બહુ ઓછા પગારથી કામ કરશે. એટલે દેખીતું છે કે જે