પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
૨૦
સર્વોદય

શેઠ પોતાના નોપ્કરોને કાયમને સારુ રાખે છે તેને છેવટે ફાયદો જ થાય છે, અને જે નોકરો કાયમની નોકરી કરે છે તેને પણ ફાયદો થાય છે. આવા કારખાનાંમાં મોટા નફા થઈ નથી શકતા, મોટા જોખમ ખેડી શકાતાં નથી, મોટા હેડ બાંધી શકાતાં નથી. સિપાઈ સરદારને સારુ મરવા તૈયાર થાય છે અને તેથી જ સિપાઈનો ધંધો સાધારણ મજૂરના ધંધા કરતાં વધારે માનલાયક ગણાયો છે. ઝરું જોતાં સિપાઈનો ધંધો કતલ કરવાનો નથી, પણ બીજાનો બચાવ કરતા પોતે કતલ થવાનો છે. જે સિપાઈ થયો તે પોતાનો જાન પોતાના રાજ્યને સોંપી દે છે. તે જ પ્રમાણે વકીલ વૈદ અને પાદરીનું આપણે સમજીએ છીએ. તેથી જ તેઓ તરફ માનની નજરે જોઈએ છીએ. વકીલે પોતાની જિંદગી જતં સુધી પણ ન્યાય કરવો ઘટે છે. વૈદે અનેક સંકટો સહન કરીને પણ પોતાના દાદીની સારવાર કરવી ઘટે છે અને પાદરીએ ગમે તેમ થાય તોપણ પોતાની જમાતને બોધ આપવાનું અને તેઓને ખરો રસ્તો બતાવવાનું કામ કરવું ઘટે છે.

આમ ઉપરના ધંધાઓમાં બને છે તો વેપારવાજમાં કેમ ન થાય? વેપારની સાથે હમેશાં અનીતિ ધારી લીધી છે. તેનું શું કારાણ હશે? વિચાર કરતાં એમ જોવામાં આવે છે કે વેપારીને હમેશાં સ્વાર્થી