પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧
૨૧
સર્વોદય

જમાની લીધેલ છે. વેપારીનું કામ પણ પ્રજાને જરૂરનું હોય તે છતાં એવું આપણે માની લઈએ છીએ કે તેનો હેતુ તો માત્ર પોતાની કોઠી ભરવાનો જ છે. કાયદાઓ પણ વેપારી કેમ ઝપાટાથી પૈસા એકઠા કરે એવા જ કરવામાં આવે છે. ધોરણો પણ એવાં જ બાંધ્યાં છે કે, લેબાર ધણીએ ઓછામાં ઓછું દામ આપવું. આમ વેપારીને ટેવ પાડી છે અને પછી લૂ પિતે જ વેપારીને તેના અપ્રમાણિકપણામને સારુ હલકો ગણે છે. આ ધોરણ ફરવાની જરૂર છે. વેપારીએ સ્વાર્થ જ સાધવો, પૈસા જ એકઠા કરવા એવોનિયમ નથી. એવા વેપારને આપણે વેપાર નહિ કહીએ, પણ ચોરી કહીશું. જેમ સિપાઈ રાજ્યને સારુ મરે છે તેમ વેપારીએ પ્રજાને સુખને અર્થે પૈસો ગુમાવવો ઘટે અને જાન પણ ખોવો ઘટે. બધાં રાજ્યમાં :

સિપાઈનો ધંધોઇ પ્રજાનું રક્ષણ કરવાનો છે;

પાદરીનો તેને કેળવણી આપવાનો છે;

વૈદનો તેને તંદુરસ્તીમાં રાખવાનો છે;

વકીલનો અદલ ઇન્સાફ પ્રજામાં ફેલાવવાનો છે;

અને વેપારીનો પ્રજાને સારુ જોઈતો માલ પૂરો પાડવાનો છે.