પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
સર્વોદય

આ બધા માણસોની ફરજ ઘટતે વખતે પોતાનો જાન આપવાની પણ છે. એટલે કે ઘટતે વખતે મરવા તૈયાર નથી તે જીવવું પન શું એ જાણતો નથી. આપણે જોઈ ગયા કે વેપારી ધંધો પ્રજાને જોઈતો માલ પૂરો પાડવાનો છે. જેમ પાદરીનો ધંધો પગાર મેળવવાનો નથી પણ શિક્ષણ આપવાનો છે , તેમ વેપારીનો ધંધો નફો મેળવવાનો નથી પણ માલ પૂરો પાડવાનો છે. શીખવનાર પાદરીને રોટી મલી રહે છે તેમ વેપારીને નફો મળી રહે છે. પણ બેમાંથી એકેનો ધંધો પગાર અથવા નફા ઉપર નજર રાખવાનો નથી. બન્ની પગાર કે નફો મળે યા ન મળે તોપણ પોતાનો ધંધો — પોતની ફરજ — બનાવવાનો છે. આ વિચાર ખરો હોય તો વેપારી ઉત્તમ માનને લાયક છે, કેમકે તેનું કામ માલ સરસ પેદા કરવાનું અને પ્રજાને પોસાઈ શકે તેવી રીતે પૂરો પાડવાનું રહ્યું તેમ કરતાં તેન હાથ નીચે સેંકડો કે હજારો માણસો હોય છે તેઓનું રક્ષણ કરવું, તેઓની સારવાર કરવી એ પણ તેનું કામ રહ્યું. આ કરવામાં બહુ ધીરજ , બહુ મયા અને બહુ ચતુરાઈ જોઈએ. અને જુદાં જુદાં કામ કરતાં તેણે પણ બીજાઓની જેમ મરવું ઘટે તો તે પણ પોતાનો જાન આપે. આવો વેપારીપોતાની ઉપર ગમે તે સંકટ પડે, પોતે ભિખારી