પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
સાચનાં મૂળ

થઈ જાય , તે છતાં માલ ખરાબ નહિ વેચે અને છેતરશે નહિ. વળી પોતાના હાથા તળેના માણસોની ઉપર અત્યંત માયાથી વર્તશે. ઘણી વેળા મોટાં કારખાનાંમાં કે વેપારમાં જુવાનિયાઓ નોકરી લે છે. તેઓ કેટલીક વેળા પોતાના ઘરબારથી દૂર જાય છે. એટલે યાતો શેઠે માબાપ બનવું પડે છે અથવા તો જો શેઠ બેદરકાર રહે તો જુવાનિયો વાગરા માબાપનો થઈ પડે છે. એટલે પગલે પગલે વેપારીએ કે શેઠે પોતાના મનમાં એકા જ સવાલા કરવો ઘટે છે. તે એ છે કે : ‘ જેમ હું મારા દીકરાઓને રાખું છું તેમાં જ મારા નોકરોની તરફા વર્તુ છું કે નહિ?’

એક વહાણના કપ્તાનની તળે ખલાસીઓ હોય તેમાં તેનો દીકરો પણ દાખલ હોય. કપ્તાનની ફરજ બધા ખલાસીને દીકરાની માફક ગણવાની છે. તેમજા વેપારીની નીછે ઘણાં નોકરોમાં પોતાનો દીકરો પણ હોય, તો તે ધંધામાં જેમ તે દીકરાની સાથે વર્તે તેમાં જ તેણે બીજા નોકરોની સાથે વર્તવું પડશે. આનું નામ જ ખરું અર્થશાસ્ત્ર કહેવાય. અને જેમ વહાણના કપ્તાનની ફરજ વહાણ જોખમમાં આવી પડે ત્યારે પોતે સૌથી છેલ્લું તે છોડવાની છે, તેમાં જ દુકાળ વગેરે બીજાં સંકટોમાં વેપારીની ફરજ પોતાનાં માણસોનો બચાવા પોતાની પહેલાં કરવાની છે. આવા વિચારો કોઈને આશ્ચર્યકારક લાગશે, પણ