પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
સર્વોદય

તેમ લાગે એ જ આ જમાનાની નવાઈ છે; કેમકે વિચાર કરતાં સૌ જોઈ શકશે કે ખરું ધોરણ તો આપણે હમણાં કહી ગયા તે જ છે. જે પ્રજા ઊંચે ચડવાની છે તે પ્રજામાં બીજી જાતનું ધોરણ હરગિજ ચાલી નહિ શકે. અંગ્રેજ પ્રજા આજ સુધી નભી રહી છે તેનું કારણ એ નહિ કે તેણે અર્થશાસ્ત્રના નિયમ જાળવેલ છે; પણ તે નિયમોનો ઘણા વિરલાઓએ ભંગા કર્યો છે અને ઉપર બતાવેલા નીતિના નિયમ તેઓએ જાળવેલા છે, તેથી જ પ્રજા આજ સુધી નાભી રહી છે. એવા નીતિના નિયમોનો ભંગ કરવાથી કેવું નુકશાન થાય છે અને કેમ પ્રજાએ પાછું હઠવું પડે છે, એ વિચાર હવે પછી કરીશું.

આપણે સાચના મૂળા વિષે અગાઉ કહી ગયા તેનો જવાબ અર્થશાસ્ત્રીઓ કોઈ વખત નીછે પ્રમાણે આપશે : ‘અરસપરસની લાગણીથી કેટલોક ફાયદો થાય્ એ બરોબર્ છે, પણ એવી જાતના ફાયદાનો હિસાબ અર્થશાસ્ત્રીઓ કરતા નથી. તેઓ જે શાસ્ત્રનો વિચાર કરે છે તેમાં તો કઈ રીતે પૈસાદાર થવું એનો જ વિચાર મળે છે તે શાસ્ત્ર ખોટુમ્ નથી એટાલું જ નહિ, પણ અનુભવે તે અસરકારક છે એમ જોઈ શાય છે. જેઓ તે શાસ્સ્ત પ્રમાણે ચાલે છે તેઓ ચોક્કસ દોલતવાન થાય છે, અને જેઓ તે પ્રમાણે ચાલતા નથી તે ગરીબ થાય છે.