પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
સર્વોદય

વસ્તુઓ પેદ કરવી, તેને સાચવવી ને તેની આપલે કરવી. જે ખેડૂત વખતસર પાક ઉતારે છે, જે ચુનારો ચણતર બરોબર કરે છે, જે સુતાર લક્કડકામ બરોબર કરે છે, જે ઓરત પોતાનું રસોડું બરોબર રાખે છે, તે બધાંને ખરાં અર્થશાસ્ત્રી જાણવાં. તે બધી પ્રજા દોલતમાં વધારો કરનારાં છે. એથી ઊલટું શાસ્ત્ર તે સાર્વજનિક ન કહેવાય. તેમાં તો એક માણસ માત્ર ધાતુ એકઠી અક્રે છે ને બીજાને તેની તંગાશમાં રાખી તે ધાતુનો ઉપયોગ કરે છે. આવો ઉપયોગ કરનારા પોતાનાં ખેતરો તથા ઢોર-ઢાંખરના કેટલા રૂપિયા આવશે એમ વિચારી તેટલા પૈસાદાર પોતાને માને છે. તેઓ પોતાના રૂપિયાની કિંમત ખેતર અને ઢોર મળી શકે તેટલી છે તેમ વિચારતા નથી. વળી તે માણસો ધાતુનો - રૂપિયાનો સંગ્રહ કરે છે. તેઓ કેટલા મજૂરો મેળવી શક્શે એવો વિચાર કરે છે. હવે આપણે ધારી લઈએ કે અમુક માણસ પાસે સોનું, રૂપું, દાણો વગેરે છે. તેવા માણસને નોકરોની ગરજ પડશે. પણ જો તેના પાડોશીમાં કોઈને સોનારૂપાની કે દાણાની જરૂર નહિ હોય તો તેને નોકર મળવો મુશ્કેલ પડશે. એટલે પેલા પૈસાદાર માણસે પોતે પોતાની રોટી પકાવવી પડશે, પોતે પોઅતાંઅના કપડાં સીવવા પડશે, પોતે પોતાનું ખેતર ખેડવું પડશે, તે માણસને તેના