પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
સાચનાં મૂળ

સોનાની કિંમત તેની જમીનમાંની પીળી કાંકરી જેટલી પડશે, તેનો દાણો સડશે. કેમકે તે કંઈ તેના પાડોશી કરતાં વધારે ખાનારો નથી. એટલે તે માણસે બીજાની માફક સખત મજૂરી કરીને જ પોતાનો ગુજારો કરવો પડશે. આવી સ્થિતિમાં ઘણા માણસો સોનુંરૂપું એકઠું કરવા નહિ અમગે. ઊંદો વિચાર અક્રીશું તો આપણે જોઈશું કે પૈસા મેળવવા તેનો અર્થ એ છે કે બીજા માણસોની ઉપર સત્તા મેળવવી - આપણા સુખને સારુ ચાકરની, અને આવી સત્તા સામેના માણસોની ગરીબાઈના પ્રમણમાં જ આપણને મળી શકશે. એક સુતારને જો તેને રાખનાર એક જ માણસ હશે તો તે સુતાર જે મળશે તે રોજ લેશે. જો તેને રાખનાર બે ચાર માણસ હશે તો જે વધારે રોજ આપશે તેને ત્યાં સુતાર જશે. એટલે પરિણામ એવું આવશે કે પૈસાદાર થવું એનો અર્થ એ થયો કે બને તેટલાં માણસોને આપણા કરતાં વધારે તંગીમાં રાખવાં. અર્થશાસ્ત્રીઓ ઘણી વેલા માની લે છે કે આ પ્રમાણે રૈયતને તંગીમાં રાખવાથી પ્રજાને લાભ થાય છે. બધ માણસો સરખા થાય એમ તો અબન્તું અન્થી. પણ ગેરવાજબી રીતે માણસોમાં તંગી પેદા કરવાથી પ્રજા દુઃખી થાય છે, કુદરતી રીતે તંગી અને ભરાવો રહેવાથી પ્રજા સુખી થાય છે ને સુખી રહે છે.