પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
સર્વોદય

માણસના હાથમાં તે આવે તો તેથી ખેતરો ખેડાય છે ને અનાજ પાકે છે. ખેડૂતો નિર્દોષ મજૂરી કરી સંતોષ પામે છે ને પ્રજા સુખી રહે છે. ખરાબ માણસોના હાથમાં આવવાથી તેમાંથી (ધારો કે) દારૂગોળા બને છે, માણસોનું સત્યાનાશ વળે છે. દારૂગોળો બનાવનારી પ્રજા અને જેની ઉપર તે વપરાય છે તે પ્રજા બન્ને હેરાન થાય છે.

એટલે આપણે જોઈ શકીએ છીએ કે ખરા માણસો એ જ ખરી દોલત છે. જે પ્રજામાં નીતિ છે તે પ્રજા દોલતવાન છે, આ જમાનો મોજમજાનો નથી. દરેક માણસે પોતાથી બનતી મહેનતમજૂરી કરવાની છે. આપણે આગળના દાખલાઓમાં જોઈ ગયા કે જ્યાં એક માણસ આળસુ રહે છે ત્યાં બીજાને બેવડી મજૂરી કરવી પડે છે. ઇંગ્લંડમાં જે ભૂખમરો વર્તે છે તેનું આ જ કારણ છે. કેટલાક માણસોના હાથમાં પૈસો એકઠો થવાથી તેઓ ઉપયોગી કામ કરતા નથી, તેમ કરવાથી તેઓને સારુ બીજા માણસોને મજૂરી કરવી પડે છે. આ મજૂરી ઉપયોગી નહિ હોવાથી મજૂરી કરનારને ફાયદો થતો નથી. તેમ થવાથી પ્રજાની મૂડીમાં ઘટાડો થાય છે. એટલે જોકે ઉપરથી એમ જણાય કે માણસોને કમ મળે છે, પણ અંદર તપાસતાં આપણને માલૂમ પડે છે કે ઘણા માણસોને નવરું બેસવું પડે છે. વળી