પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
૧૧૩
 

________________

4/25/2021 ૧૯. ભૂદાનયજ્ઞ ૧૧૩ અર્થ છે. પાંચ કરોડ જમીન એ તો સંક૯૫પૂર્તિ માટે એક નિશાન છે. એટલી જમીન મળે તો આખું વાતાવરણ જમીનની સમાન તથા ન્યાયી વહેંચણી માટે તૈયાર થઈ જાય. | અને આપણે કેવળ જમીનની સમાન વહેંચણી કરીને અટકવાનું નથી; તમામ ઉત્પાદક સંપત્તિની સમાન અને ન્યાયી વહેંચણી થાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. તે માટે સંપત્તિદાન, શ્રમદાન વગેરે યાની યોજના વિનોબાજીએ પ્રજા સમક્ષ મૂકી છે. હમણાં તેમણે બધિગયામાં સમન્વય આશ્રમની સ્થાપના કરી છે. તેનો હેતુ બૌદ્ધ ધર્મ અને વેદાંત વચ્ચે સમન્વય સિદ્ધ કરવાના છે. દુનિયાના બે મેટા ધર્મો વચ્ચે સમન્વય સ્થાપીને બીજા સઘળા મોટા ધર્મો વચ્ચે પણ એટલે ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ વગેરે વચ્ચે સમન્વય સ્થાપી શકાય, અને ધર્મને નામે જે વિખવાદ અને ઝઘડા ચાલે છે તે નિમ્ળ થાય. કેટલાક એવા વાંધા કાઢે છે કે ભૂદાનપ્રવૃત્તિ એ હિંદનું રાજ્યબંધારણ જેણે ખાનગી માલકી હક્કને માન્યતા આપી છે તેની વિરુદ્ધ છે; પણ આ જે કાયદાના જોરથી માલકી હકક છોડાવતા હાઈ એ તો એ રાજ્યબંધારણની વિરુદ્ધ કહેવાય. પશુ માં તો સ્વેચ્છાથી દાન લેવામાં આવે છે. બંધારણમાં કશું એવું નથી કે કોઈ માણસ સ્વેચ્છાએ પિતાની મિલકત બીજાને આપી દઈ શકે નહીં. ભૂદાન માગવામાં જરા પણ બળજબરી નથી. છતાં આવી પ્રવૃત્તિ બહુ વ્યાપક થાય એટલે બંધારણના મૂળ તત્ત્વની વિરુદ્ધ એ કદાચ કહેવાય. જો એમ હોય તો બંધારણે સુધરવું રહ્યું. બંધારણ કાંઈ ઈશ્વરકૃત નથી, તે મનુષ્યકૃત જ છે. એમ હોઈ તે દોષથી પર ન હોઈ શકે. વળી આ પ્રવૃત્તિથી બંધારણમાં સુધારો કરવાનું વાતાવરણ પેદા થયું હોય તો પણ એની ખૂબી એ છે કે એમાં કાયદાની જબરદસ્તી નથી. તેમાં કોઈપણ જાતની સજા (સંકશન) નથી. કેવળ પ્રેમભાવથી, અહિંસાના દાવાથી જમીન માંગવામાં આવે છે. જે માણસ એનાથી અથવા કલાજથી પ્રભાવિત થાય છે, એ જમીન આપે છે, સ, ૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 13/23