પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
૪૬
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી આપણી નેમ છે. એમાં ઉપરનાં તંત્ર પાસે બને તેટલી ઓછી અથવા નામની જ સત્તા હશે. જ્યાં સત્તા કૃતિ હોય ત્યાં સત્તાધારી પક્ષ ઉપર નૈતિક:અંકુશ તરીકે પણ વિરોધી પક્ષેની હસ્તી સમજી શકાય; પણ સર્વોદયની યોજનામાં સત્તાનું એટલું વિકેન્દ્રીકરણ થાય છે કે તે કોઈને કઠતી નથી; નાનામાં નાના માણસને પણ એમ લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ. સર્વોદયના આદર્શ પ્રમાણે તે રાજસત્તા હોવી જ ન જોઈએ. તેનો અર્થ એમ નથી કે બધે અવ્યવસ્થા અથવા અતંત્રતા ચાલે. તંત્રના ઘટકો વધુ નાના હોય, જેના વહીવટમાં દરેક માણસ પ્રત્યક્ષ ભાગ લઈ શકે, એ તેનો ઉદ્દેશ છે. દરેક વ્યક્તિને પોતે સ્વતંત્ર છે એવો અનુભવ થાય. તેથી વિનોબાજી કહે છે કે અમારે તો શાસનવિહીન તેમજ શોષણરહિત સમાજની સ્થાપના કરવી છે. પરંતુ આ સ્થિતિને ત્યારે જ પહોંચી શકાય, જ્યારે સમાજની પ્રત્યેક વ્યક્તિ આ આદર્શને સમજી શકે અને તે પ્રમાણે એને આચરણમાં પણ ઉતારે. શાસનવિહીન સમાજ ત્યારે જ સફળ થાય, જ્યારે તે સમાજની વ્યક્તિઓ પોતા ઉપર પોતાનું શાસન રાખે. આ આદર્શ સ્થિતિને ન પહોંચાય ત્યાંસુધી એનાથી સહેજ ઊતરતો માગ સ્વીકારવાનું યોગ્ય લાગે છે. તે માગ એ છે કે એ રાજ્ય ઉત્તમ જે ઓછું રાજ્ય કરે, એટલે કે જે ઓછામાં ઓછી સત્તા ચલાવે. | આ આદર્શને ધ્યાનમાં રાખીને આપણે એવી યોજના કરી છે કે સત્તાનો ઉગમ ઉપરથી નીચે નહીં, પણ નીચેથી ઉપર થવો જોઈએ. સર્વોદય સમાજમાં દરેક ગામ એક પ્રજાસત્તાક હોય. અત્યારના તંત્રમાં પણ ગ્રામપંચાયતો સ્થાપવામાં આવે છે ખરી, પરંતુ એ પંચાયત ઉપરી તંત્ર જેટલી સત્તા આપે તેટલી જ સત્તા ભોગવી શકે છે. સર્વોદયમાં ગ્રામપંચાયત બીજાની આપેલી સત્તા ન ભોગવે, પણ પોતે જ પોતાની શક્તિ અને યોગ્યતાથી પોતાની સત્તા નિર્માણ કરે. આ - ત્યારે જ બની શકે કે ગામમાં રહેનારા તમામ લોકાના ગ્રામપંચાયતને Ganan i Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4650