પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
૪૯
 

________________

4/25/2021 ૮. કશાહી - આશાઓ બંધાવે છે કે મને મેલશો તો આપણે માટે હું અમુક લાભો મેળવવા પ્રયત્ન કરીશ અને આપણા વિરોધીઓને અમુક રીતે ચીત કરીશ. - “આમ પ્રતિનિધિ તથા ચૂંટનારાઓ પોતાના પક્ષના સ્વાર્થને જ વિચાર કરી સુરાજ્ય સ્થાપવાની આશા સેવે છે. બધા માણસા પોતપોતાના સ્વાર્થી સંભાળે તે બધાના સ્વાર્થ સિદ્ધ થાય, એ મધ્યકાલીન શ્રદ્ધા હજુ આપણી ચુંટણીઓમાં કામ કરી રહી છે. “આપણી સર્વે પ્રતિનિધિસભાઓ (ધારાસભાઓ) જુદા જુદા પક્ષકારોના વકીલેની મિજલસ હોય છે, બિનપક્ષપાતી ન્યાયાધીશોની બેઠક હોતી નથી, કારણ પ્રતિનિધિ મોકલનારાઓને આપણે એમ જ કહીએ છીએ કે દરેક ચૂંટનાર પિતાના માણસને મત આપે; એમ કહેતા નથી કે બધા મળીને લગભગ સવને માન્ય થઈ શકે એવા હોય અથવા લગભગ કેાઈને અમાન્ય ન હોય એવા જ નિષ્પક્ષ, ચારિત્ર્યવાન, વ્યવહારકુશળ માણસને પસંદ કરે. આથી જે પ્રતિનિધિઓ ચુંટાય છે તે એક કે બીજા પક્ષના વકીલે ચૂંટાય છે, સૌના પંચે ચૂંટાતા નથી અને પક્ષના નિયમ મુજબ તેમના ઉપર પોતાના પક્ષની વિરુદ્ધ કોઈ પણ નિર્ણય (મત) ન આપવાની ફરજ નાખવામાં આવી હોય છે. આવી સભા જે કાંઈ કાયદા વગેરેના નિર્ણયો કરે તે વકીલી અદાલતના હુકમનામાના જેવા ગણાય, ન્યાયકચેરીના હુકમનામા જેવા નહીં, કારણ કે એ પ્રતિનિધિઓને કહેવા માત્રની પણ પોતાના પક્ષને છોડવાની સ્વતંત્રતા નથી હોતી. એ પ્રમુખ થાય કે પ્રધાન થાય તોયે પોતાના પક્ષનાં બંધનોથી છૂટો થઈ શકે નહીં. | “પક્ષોના પ્રતિનિધિઓની બહુમતીથી નહીં, પણ નિષ્પક્ષ પંચની ભારે બહુમતીથી જ સુરાજ્ય સ્થાપી શકાવાનો વધારે સંભવ છે. માટે નિપક્ષ પંચે નીમવાની કાઈક પ્રથા નિર્માણ કરવી જોઈએ. પક્ષના રાજ્યને પ્રજાનું રાજ્ય–ડેમોક્રસી કહેવું એ વદતા વ્યાધાત’ જેવું છે. પ્રજાએ માન્ય રાખેલું પક્ષપાતીત રાજ્ય ડેમોક્રસી સ. ૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4950