પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
૫૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી કહેવાય કે ન કહેવાય, એ સુરાજ્ય-એટલે પ્રજાનું, પ્રજાથે પ્રજાસંચાલિત–રાજ્ય થાય.” | કયો માલ દેશમાં આયાત કરવો કે દેશમાંથી કયે નિકાસ કરવા તે નક્કી કરવાની સત્તા આપણે કેન્દ્રિય સરકાર પાસે રાખવાનું વિચાર્યું છે, પણ આપણાં ગામડાંને આપણે સ્વાવલંબી અને મોટે ભાગે સ્વયં સંપૂર્ણ બનાવવાં છે. એટલે આયાત નિકા સનું પ્રમાણુ સ્વભાવિક રીતે જ ઘણું ઓછું થઈ જવાનું. વળી પરદેશો સાથેના સંધિ વિગ્રહને લગતા સંબંધમાં પણ આપણી નીતિ અહિંસાની હોઈ, આપણે બીજા દેશો સાથે દેષ કે વેર હશે નહીં છતાં કોઈ આપણા ઉપર આક્રમણ કરે તે દેશની સ્વતંત્રતા અને આબરૂના રક્ષણ માટે દરેક માણસની મરી ફીટવાની તૈયારી હોવી જોઈ એ. આ વસ્તુ અત્યારે કાઈ ને તરંગી લાગે, પણ એટમોમ્બ અને હાઈડ્રોજન બોમ્બના પ્રયાગ પછી દુનિયાએ સર્વનાશમાંથી બચવું હોય તે તેની પાસે અહિંસા જ એક માત્ર ઉપાય રહ્યો છે. તે માટે આપણે યુદ્ધનાં મૂળ કારણે નાબુદ કરવા પડશે. અત્યારનાં યુદ્ધોની પાછળ જુદા જુદા દેશના આગળ પડતા અને સત્તાધારી લોકેાની મહત્ત્વાકાંક્ષા, લોભ અને સ્વાર્થ રહેલાં હોય એમ જણાય છે. તેઓ જ બધુ ધાંધલ કરી યુદ્ધનું વાતાવરણ પેદા કરે છે. બાકી આમ જનતા તો આવી આવી બાબતોમાં નિઃસ્પૃહ હોય છે. કેઈ વાર દેશાભિમાનના નામે તેઓ આવી બાબતોમાં રસ બતાવે છે ખરા, પણ તેમને કશું કરવાપણું હોતું નથી. આમ જનતામાંથી કેટલાક સાહસિક અને કશું નવું જાણવાજેવાનું મળશે એવી અભિલાષાવાળા લોકો લશ્કરમાં ભરતી થાય છે, પણ એમાંના મોટા ભાગનાં જીવન એવાં સ્વછંદી અને નીતિનિયમની બાબતમાં વિધિનિષેધ વિનાનાં બની બરબાદ થાય છે. પણ મૂળ વાત ઉપર આવીએ. એટમોમ્બ અને હાઇડ્રોજનોએ સર્વનાશની જે નીતિ ઉત્પન્ન કરી છે, તેનાથી ચેતીને પણ દુનિયાએ અહિં સાને માગે વળવાની જરૂર છે. પણ જ્યથી અહિંસા તરફ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50