પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
૬૩
 

________________

4/25/2021 ૧૦. ચામસફાઈ ક શ = us થોડી માટી નાંખી ઢાંકી દેવી જોઈએ. ત્રણેક મહિનામાં અંદર પડેલાં મળ અને મૂતરનું સુંદર ખાતર થઈ જશે. આવા ખાતરને સેનખાત કહે છે, કારણ એ ખાતર બહુ કીમતી હોય છે અને જમીનનું ઉપજાઉપણું ઘણું વધારે છે. ત્રણેક મહિના પછી ખાઈમાંથી ખાતર કાઢી લેવામાં આવે. ત્યાર પછી એ ખાઈન ફરી ઉપયોગ કરી શકાય. ચોમાસામાં ખાઈની ઉપર વરસાદ ન પડે તે માટે ઉપર છાપરું રાખવું જોઈ એ તથા બાજુએથી વરસાદનું પાણી અંદર ન ભરાઈ જાય, તે માટે ખાઈની આજુબાજુ માટીની નાની પાળ રાખવી જોઈએ. અત્યારના ભાવ પ્રમાણે એક માણસના મળમૂત્રના ખાતરના ઓછામાં ઓછી દર વર્ષે ત્રણથી ચાર રૂપિયા ઊપજે. ખાઈમાં ખાતરનો થોડો કસ આસપાસની જમીનમાં જવાનો સંભવ છે. એટલા માટે વધારે સારું એ છે કે એ ખાઈને ચારે બાજુ ઈંટ ચૂનાથી ચણી લઈ અંદર પ્લાસ્ટર કરેલું હોય. આવી ખાઈ એ ઘણાં વર્ષ સુધી ચાલે. આ બધું પંચાયત તરફથી કરાવવામાં આવે અને ખાતરની આવક પણ પંચાયત લે. આ ઉપરાંત ગામમાં લેકે ગમે ત્યાં પેશાબ કરવા બેસે નહીં એટલા માટે અમુક અમુક અંતરે મુતરડી રાખવામાં આવે. એ મુતરડીઓ દરરોજ એક કે બે વાર સાફ કરવામાં આવે. એ બધું મૂતર ખાતરના ખાડામાં જ નાંખવામાં આવે. ગામની શાળા તરફથી દરરોજ સાંજે જાજરૂના તેમજ ખાતરના ખાડા તપાસવામાં આવે અને કોઇ જગ્યાએ કશું ઉઘાડું રહી ગયું હોય તો તેના ઉપર માટી નાંખવામાં આવે. | બીજો પ્રશ્ન ગામના કૂવા તથા તળાવની સફાઈને છે. કુવા પાકા બાંધેલા હોવા જોઈએ. આજે આવા પાકા બાંધેલા કૂવાની આસપાસ પણ ઢળાયેલા પાણીનો જમાવ થઈ ત્યાં ભારે કીચડ થાય છે. એ કીચડ સડે છે. એ અટકાવવા કૂવાની આસપાસ પાળ બાંધી, પાકી નીક ભારત એ પાણી થોડે દૂર પહોંચાડવું જોઈએ. ત્યાં થોડી જમીન અલગ રાખી ઢાળેલા પાણીના પ્રમાણમાં કેળ, Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 13/50