પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
૯૨
 

________________

4/25/2021 ૯૨ સર્વોદય સમાજની ઝાંખી માનવાની ટેવ અથવા બેટી કેળવણી એ કારણ છે. નાણાંવ્યવહારની જાળમાંથી છૂટવાનો ઉપાય આપણાં ગામડાંઓ માટે એક જ છે અને તે એ કે તેમણે સ્વાવલંબી અને સ્વયં સંપૂર્ણ થઈ જવું. ગામડાંઓએ પોતાની જરૂરની બધી વસ્તુઓ પકવી લેવી જોઈએ. ભેંસ રાખવાને બદલે ગાય રાખવી જોઈએ અને શાસ્ત્રીય રીતે ગોપાલન કરી ગાયની ઓલાદ સુધારવી જોઈએ. ગાય એ એવડે હેતુ સારનારું પ્રાણી છે. તેની પાસેથી આપણને ઘી-દૂધ પણ પૂરતા પ્રમાણમાં મળી શકે અને ખેતી માટે અનિવાર્ય બળદ પણ મળી શકે. વળી કપડા માટે કપાસ પકવો જોઈએ અને કાંતવા સુધીની બધી ક્રિયાઓ ખેડૂતોએ પોતાના ઘરમાં જ ખેતીમાંથી મળતા ફાજલ વખતમાં કરી લેવી જોઈએ. એ સુતર ગામના વણકર પાસે વણકરીના બદલામાં અનાજ આપીને વણવી લેવું જોઈએ. ખેડૂતોએ પકવેલા તલ અથવા મગફળી ગામના ઘાંચીની ઘાણીમાં પિલાવીને તેનું તેલ વાપરવું જોઈએ. ઘાંચીને પણ મહેનતાણા બદલ અનાજ આપી શકાય. પોતાને જોઈતાં શાકભાજી તો ખેડૂતે પોતે જ ઉગાડી લેવા જોઈએ. દીવા માટે જો એ કેરોસીન વાપરે તો એ એને બહારથી લાવવાનું રહે, પણ દિવેલ વાપરે તો દિવેલી પકવી લઈ ગામના ઘાંચી પાસે તે પિલાવીને દિવેલ મેળવી શકે. ગામની ખેતી સહકારી પદ્ધતિએ કરવામાં આવે તો ખેડૂતોને શ્રમને ઘણો બચાવ થાય. દરેક ખેડૂતને ટક છૂટક કરવા પડતાં કેટલાંય કામ સહકારી ઢબે કરવામાં આવે તો ઘણા માણસો રોકાવાને બદલે એકાદ બે માણસોને રિકવાથી એ કામ પતી જાય. સહકારી ઢબે ખેતી કરવા માટે ખેડૂતનું માનસ કેળવવાની જરૂર છે. શરૂઆતમાં થોડાં મોટાં કામે સહકારી ઢબે કરવામાં આવે અને તેમાં સફળતા મળે તેમ ધીમે ધીમે એ કામોનો વ્યાપ વધારતા જઈ બધાં કામે સહકારી બે ગોઠવી શકાય. ધીમે ધીમે ગામડાંના કારીગરોને પણ સહકારી મંડળીમાં સભ્ય બનાવી શકાય. આજે જેઓ શાહુકારી કરે છે તેમનું માનસ પલટાય તો Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 42150