પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
૯૧
 

________________

4/25/2021 ૧૬. નાણાંવ્યવહાર જમીન-મહેસુલ અથવા ગણેત નાણાંમાં આપવાનું હોય છે. જે તે દેવાદાર હોય તો દેવાનું વ્યાજ અને મૂળ રકમના હપતા તેને નાણમાં ભરવાનાં હોય છે. જીવનની પ્રાથમિક જરૂરિયાતો ઉત્પન્ન કરનાર ખેડૂતને આવી રીતે નાણાં વિના ચાલતું નથી તો પછી બીજા લેકેની તો વાત જ શી કરવી ? માણસ ગમે તે ધંધો કરતો હોય, પણ તેનું લક્ષ્ય તેમાંથી કેટલાં નાણાં મળશે તે ઉપર જ રહે છે. આમ દુનિયા નાણાં પાછળ દોડતી જોવામાં આવે છે.. તે અત્યારે પ્રવતતી આર્થિક અસમાનતા અને હરીફાઈને લીધે દરેક માણસ નાણાંમાંથી સરખો લાભ ઉઠાવી શકતો નથી. ધારો કે એક શ્રીમંત માણસને પોતાના કૂતરાને પાવા દૂધ જોઈએ છે અને એક ગરીબ માણસને પોતાના માંદા બાળકને પાવા દૂધ જોઈ એ છે. બંને જણા બજારમાં દૂધ લેવા જાય છે. શ્રીમંત માણસને પૈસાની કશી તમાં નહીં હોવાથી તે વધારે ભાવ આપીને પણ પોતાના કૂતરાને પાવા દૂધ લઈ જશે, અને ગરીબ માણસ શ્રીમંતના જેટલા પૈસા આપી શકે એમ ન હોવાથી, પોતાના માંદા બાળકને માટે પણ દૂધ વેચાતું લઈ શકશે નહીં. નાણાં વસ્તુઓની કિંમત નક્કી કરનારું એક સાધન ગણાય છે, પણ જીવનની દૃષ્ટિએ નાણાં સરખાં મૂલ્ય મૂલવી શકતું નથી. બે આનાનું અડધે શેર દૂધ અને બે આનાની વીસ પીપરમિંટની ગોળીઓ એ બેનું નાણામાં મૂલ્ય સરખું છે, પણ શરીરને પોષણ આપવાની દષ્ટિએ બેના મૂલ્યમાં ઘણે ફરક છે. વળી કેટલીક વસ્તુઓ એવી આકર્ષક અને લલચાવનારી હોય છે કે માણસ જીવનની દૃષ્ટિએ આવશ્યક વસ્તુ છોડીને પણ નકામી વસ્તુઓ લેવા લલચાય છે. એક ગરીબ ખેડૂત અથવા મજૂર પાસે મર્યાદિત નાણાં છે, તેને શાકભાજી અથવા દૂધની જરૂર પણ છે, પણ તેની પાસે એક આનો કે બે આના હશે તો તે શાકભાજી અથવા દૂધ લેવાને બદલે તેની પીવાની બીડીઓ અથવા સિગરેટ લેશે. આમાં તો નુકસાનકારક વસ્તુને જરૂરિયાત Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 41/50