પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૫૧
 

આપી હવાલદારને છોડાવ્યો.

વિજયાનંદ ઘરમાં આવી રોઈ પડ્યો. અનપૂર્ણા અને કમળાએ મોહો વાળ્યું ને રમાનંદ પંડ્યાએ પોક મૂકી. મનની અકળામણ ઓછી થયા પછી વિજીઆનંદ કહે હું લોકને મોહોડું કેમ દેખાડી શકીશ, હવે જીવ્યાં કરતાં મરવું ભલું. હું તારે પેટે અવતર્યો ન હોત તો સારું થાત. આ બધાનું મૂળ તમે મા દીકરી છો. ધિક્કાર છે તમને ! આટલેથી હજી અટક્યું લાગતું નથી. માની ઉપર હજી કામ ચાલશે એમ જણાય છે. એ સાંભળી બધાના પેટમાં ધાસ્કો પડ્યો. આ વાત ચાલે છે એવામાં ચંદાનો ભાઈ આવ્યો ને બોલ્યો કે દેવનારાયણ શાસ્ત્રીને ઘેર કેટલાક બ્રાહ્મણોએ મળી ઠરાવ કર્યો કે રમાનંદ પંડ્યાને ત્યાં કોઈ ક્રિયા કરાવવા જાય નહીં, ને જેઓ સુંદરને બાળવા ગયા હતા તેઓ મુછ મૂડાવે ને દશ દશ ગૌદાન આપે તો તેઓની જોડે જમવું.

એ ખબર સાંભળી સહુ એક એકની સામું જોવા લાગ્યા. વિજીઆનંદે પોતાના કાકાને, સસરાને, તથા મામા સસરાને બોલાવા મોકલ્યું. એમણે પણ ઉપર પ્રમાણે હકીકત કહી. વિજીઆનંદ કહે ઘંટી તળે હાથ આવ્યો તે કળે નિકળે, બળ કરતાં મોચવાઈ જાય. એનો મામો સસરો કહે શું ચૂડીઓ પહેરી બેઠા છીએ ? માથું જાય પણ નાક ન જવા દઉં. શત્રુને કદી નમું નહીં; હા જ્ઞાતિ કહે તે માથાપર પણ જ્ઞાતિએ મળીને ઠરાવ કર્યો નથી; એમ પાંચ દશ આસામી કોઈને ઘેર ભેગા થઈ ગમે તેમ બકે તેમાં આપણે શું. હું દશા અગીઆરમું સરાવીશ, જોઉં મને ક્યો સાળો પૂછે છે, શું લુચ્ચાઓ નાતમાં ને આપણે નહીં ?

એ સાંભળી રમાનંદના માણસોએ હિંમત પકડી. એ ઘણા ન હતા, પણ વિજીઆનંદના સાસરીઆંનો જથો જબરો હતો ખરો. વિજીઆનંદે સાર્યું તો ખરું ને બારમાને દહાડે બાર ગોરણીને બાર બ્રાહ્મણ જમ્યાં. તેરમાની નાત જમાડવી તેનું કેમ કરવું ? કેટલાકનું મત હતું કે નાતે નોતરાં કરવાં જે આવશે તે જમશે, ને બાકીના રહેશે; નહીં આવનારા થોડાજ નિકળશે. કેટલાકને એમ લાગ્યું કે ૧/૩ ઘરવાળા નહીં આવે ને રસોઈ નકામી પડી રહેશે; રસોઈ બગડે તો ધૂળનાખી પણ આબરૂ જાય તેનો વિચાર કરવો; માટે હાલ નાત જમાડવી બંધ રાખવી ને માત્ર ૧૩ બ્રાહ્મણ જમાડવા. હરિનંદ છૂટી ઘેર આવશે ત્યારે મોટો વરો કરીશું એ બહાનું ઠીક છે. આ પાછલાનો મત પ્રબળ થયો.

જેમ દિવસ વિતતા ગયા તેમ સામા પક્ષનું કૌઅત વધતું જોઈ તેઓને ગભરામણ થઈ. રમાનંદ ને અનપૂર્ણા હાટકેશ્વરના દેહેરામાં જઈ લાંઘવા બેઠાં. પાણીએ પીએ નહીં ને જમેએ નહીં. એક દહાડો એમ ગયો. બીજે દિવસે પંદર વીશ બ્રાહ્મણોએ મળી નોતરીઆને બોલાવી કહ્યું આજે ત્રીજે પહોરે હાટકેશ્વરના દેહરામાં નાત મળવાની છે એવી ખબર ઘેરે ઘેર કરી આવ. નોતરીઓ ફરી આવ્યો ને બારપર બે વાગવા આવ્યા કે બ્રાહ્મણોનો જમાવ થવા માંડ્યો.

કોઈને માથે કાનઢાંકણી ટોપી, કોઈને માથે કડીઆ સુતાર કે હજામના જેવી પાઘડી, કોઈને માથે ચકરાં, કોઈને કપાળે પીળી આરચા, કોઇને ધોળી, ને કોઈને ચાંલ્લા કે આડાં ટીલાં. કોઈએ અંગવસ્ત્ર ઓઢેલાં ને કોઈના હાથ બરડો ને પેટ, તથા પગના નળી ને પટેલ ઉઘાડાં હતાં. કોઈ વરણાગીઆએ રેશમકોરનાં પોતીઆં પહેરેલાં તે ભોંયે ઘસડાય ને સાવરણીની