પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૭૧
 

આવડે છે, જેને છોકરાં ન થતાં હોય તેને છોકરાં થાય, અને છોકરાં થતાં હોય તે અટકાવવા હોય તો અટકાવે વગેરે બઈરાંને કામનાં બધાં ઓશડ તેની કરે છે. પણ હવે તારી ખાતરી થઈ કે તે રાંડ લુચ્ચી કેવળ જુઠી ને ધુતારી છે. એ ફકીર પણ એવોજ છે એ નક્કી માનજે.

ચંદા – ના હુંતો જવાની, તમે કહી રહ્યા ? તે ગાયંજી તો ઓશડ કરતી હતી; આ સાંઇએ તો પીરને સાધ્યા છે. પીર તે ખોટા હોય વળી. પીર બાપજી જે ચાહે તે કરી શકે.

વી. - જે કહે તે હાજી હા કરીએ, ને મોઢે ચડવા દઈએ તેનું ફળ આ. હવે તો એ મુસલમાન થવાની. એ મારું કહ્યું નહીં માને.

ચંદા – હું મરૂં ત્યારે બીજી સારી લાવજો, તે માનશે. બીજી નાત હોય તો એક જીવતાં બીજી લવાય; આપણામાં એમ લવાતી હોત તો ડોશી ક્યારનાં એ મારા પર બીજી લાવ્યાં હોત. વહેલી લાવવી હોય તો મારી નાંખો, લ્યો મારા ગળામાં ફાંસો ઘાલો, આ બેઠી છું.

વી – થોડું બોલ થોડું, છેકજ ફાટેલની પેઠે જેમ આવ્યું તેમ ભરડ્યું, એમાં મેં ખોટું શું કહ્યું? એ યવન, મ્લેચ, મુસલમાન, આપણે નાગર બ્રાહ્મણ સર્વોત્તં વર્ણ, પૃથ્વીના બધા બ્રાહ્મણોમાં સહુથી ઉંચા, આપણાથી જેને અડકાય નહીં, જેની છાયા લાગે તો નાહાવું પડે તેને ઘેર જવાય ? આપણે પીર કેવા ! પીરને આપણે ન માનીએ. તુંજ વિચારને હું વઢતો નથી તને સમજણ પાડું છું.

ચંદા – પાડી સમજણ ! ડહાપણ હોય તો મા બેનને થોડું આપોને કે ઘરમાંથી નિત્યનો કલેશ કંકાશ જાય, એમને સમજાવો.

વી. - વળી આડી ગઈ, હું કહું છું તે વાત કરને.

ચંદા – કરી કરી, વાંઝિયાનો તે અવતાર છે ! વાંઝણી કહી સહુ આંગળી કરે છે તે મારાથી નથી ખમાતું. તમારા ઘરનાં તે ક્યાં ઓછું કહે છે, દહાડો ને રાત ટુંપે છે, તે કેમ સંખાય. મારે એક છઇયું થશે પછી કોઈનું નામે નહીં દેઉં.

વી. - કરમમાં હશે તો એની મેળે થશે. પરમેશ્વરની ઇચ્છા હશે તો એની મેળે થશે કે નહીં તો લાખ કે કરોડ ઉપાય કરો પણ મિથ્યા. તારા બનેવીની શીખામણ ભૂલી કેમ ગઈ ?

ચંદા – જ્ઞાની હતા ત્યારે તમે એટલાં આખાં ફાંફાં શાને માર્યાં? દાણા દેખાડ્યા,