પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
સાહિત્ય.



(અનુષ્ટુપ.)

ઓ સોનાનાં કડાંવાળો વ્યોમથી ગિરિના શીરે;
વીજથી ઓપતા અભ્ર જેવો આ કોઈ ઉતરે.

પૂર્વદિશામાં દૃષ્ટિમર્યાદામાં ચિત્રરથ ઝળકે છે ને સારથિની દૃષ્ટિ તે તરફ ખેંચાય છે. તેજ વખતે તે પુરૂરવાનું લક્ષ પૂર્વક્ષિતિજ તરફ ખેંચે છે. ગંધર્વરાજ અપરિમિત અંતરે:છેક દૃષ્ટિમર્યાદામાં દેખા દે છે; તે ‘પૂર્વદિશા’ શબ્દથી સૂચવ્યું છે. કહેતા કહેતામાં ચિત્રરથ અલૈકિક વેગે બહુ દૂર પણ પરિમિત અંતરે આવી પહોંચે છે; એટલે આપોઆપ ‘ઓ’ શબ્દ સૂતના મ્હોંમાંથી નીકળી જાય છે. દરમ્યાન તે ને કળી શકાય એવી ઝડ૫થી પાસે ને પાસે આવે છે. એટલે સોનાનાં કડાંની એંધાણી લહ્યામાં આવે છે. બીજે ક્ષણે તે માથા ઉપર ઉંચે આકાશમાં દેખાય છે; તે અવસ્થાન ‘વ્યોમ’ શબ્દથી બતાવ્યું છે. આકાશમાંથી હેમકૂટના શિખર ઉપર ઉતરવું તે તો એક ક્ષણનું કામ છે; આ અવતરણ ‘ગિરિના શીરે’ એ મિત શબ્દથી દર્શાવ્યું છે. પર્વતના શિખરથી જ્યાં રાજાનો રથ હતો, ત્યાં ચિત્રરથ હીંડીને આવે છે; એ નિકટતા અદ્‌ભૂત વેગથી ચકિત બનેલો સારથિ ‘આ કોઈ,’ શબ્દથી પ્રકાશિત કરે છે. છે તો નાનકડો અનુષ્ટુપ પણ ચિત્ર કેવું સુરેખ છે ? પોતાના જ લખેલા ગ્રંથોમાં આવી સાવધાનતા લેખક રાખે એવું સૌ કોઈ ઈષ્ટ ગણશે. ટૂંકામાં આ ભાષાન્તર એ નાટકના બીજાં ભાષાન્તરોમાં શ્રેષ્ટ હોઈ ભાષામાં મનોરંજક અને સમર્થ ગ્રંથનો ઉમેરો કરે છે.

આ સિવાય મહાન કવિ કાલિદાસનાં નાટકોમાં રા. રણછોડભાઇએ ‘માલવિકાગ્નિમિત્ર’નું ભાષાન્તર ગુજરાતીમાં ઉમેર્યું છે. વિકમોર્વશી ત્રોટકનું ભાષાન્તર કરવાની પૂર્વે રા. કીલાભાઇએ સંસ્કૃત સાહિત્યમાંથી ‘પાર્વતી પરિણય’ નું ભાષાન્તર કર્યું હતું. બાણકવિ વિરચિત આ નાટકનું ભાષાન્તર, ભાષાન્તર તરીકે મનને સંતોષ ઉપજાવે એવું બન્યું છે. મૂળ ગ્રંથની સારી સંશોધિત સટીક આવૃત્તિ ન છતાં એ ગુંચવણભરેલા પ્રસંગમાં તાત્પર્ય ગ્રહણ કરવામાં અનુવાદકે ઠીક કાળજી રાખી જણાય છે. ભાષાન્તરની શૈલી બહુધા સરલ અને મનોહર છે. પદ્યો મધુર અને