પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
સાઠીનૂં વાઙ્ગમય.

ચઢાઇ' નાનું પણ રસભર્યું રૂપક છે. સભારંજની પ્રબંધો જેવા કે ‘ફાર્બસ વિલાસ,’ ‘વિજય વિનોદ’ અને 'હંસકાવ્ય સતક’ એ પણ બહુ ચાતુર્યવાળાં કાવ્ય છે. દલપતરામ બહુધા ગરબીઓ લખતા અને ઉપહાસમાં એમને સુરત તરફના લોકો ગરબીભટ કહેતા; આ મહેણું ટાળવાને દલપત કાવ્ય છપાયું તે વખત એમણે ઘણી કવિતા વૃત્ત અને છંદમાં રચી છે. એમની કવિતામાં ગરબીઓની સંખ્યાનું પ્રમાણ હવે બહુ ઘટી ગયું છે. પ્રમાણની જ વાત કરીએ તો નર્મદાશંકરની કવિતામાં ગરબીઓ અને ૫દ વધારે જણાય છે. આવી રીતે નવાં લખેલાં. કાવ્યોમાં એમનું ‘રૂતુ વર્ણન’ મુખ્ય છે. દલપત કાવ્યમાંનું ‘અંગ્રેજી રાજ પ્રકરણ’ વાંચતાં જુલમની સામે એઓ કેવો પોકાર ઉઠાવે છે તે જણાય છે. અને કડવી વાત પણ કેવી યુક્તિથી,


મીઠું બોલી મ્હારૂં મન હરણ કીધું પલકમાં,
રહી રાગે રાચી ખુશબુભર ખાંતે ખલકમાં;
કહી વાણી કાંઈ કુદરત ભરી શેલ વનની,
મળી'તી શું મધ્યા ? નહિ નહિ કવિતા કુસુમ[૧]ની.

સરસ સરળ વાક્યે ચોરતી ચિત્ત પ્યારી,
ચરણ સુવરણેથી સોગુણી કાંતિ ધારી;
સુગુણવતી સુરૂપા સુરીતિવાન શાણી,
નવ તિય ? નહિ, ભાળી કાન્તની[૨]શાન્ત વાણી.

તોડી વછોડી ભૂષણો, કરી દૂર સર્વ સુવર્ણને,
રસ રાગ બેઠી ખોઇ, ખુબ કઠોર કીધા ચર્ણને;
સુતી છુપાવી મુખ, દુ:ખણીએ ને જોયું અમભણી,
શું મિત્ર માનવતી પ્રિયા ? ના, ગિરા [૩]ગોવર્દ્ધનતણી. ૧૦


  1. ૧કુસુમમાળા-રા. નરસિંહરાવ ભો. દીવેટીઆ.
  2. ૨ રા. મણિશંકર રત્નજી ભટ્ટ.
  3. ૩ રા. ગોવર્ધનરામ મા. ત્રિપાઠી.