પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
સાઠીનૂં વાઙ્ગમય.

 આવૃત્તિ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પાસે કહડાવનાર છે. આ સમર્થ ગ્રંથથી કાદમ્બરી અને ભાલણ બન્નેનો રસ અનુભવવાની અમુલ્ય તક ગુજરાતી વાંચનારી પ્રજાને મળશે.

કાદમ્બરી પર વાર્ત્તિક લખતાં સ્વ. નવલરામજીએ લખનારાઓને ચેતવણી આપી હતી કે જો જો એ શૈલીનું અનુસરણ કરશો નહિ. છતાં એનાં અનુસરણ થયાં છે. દોલતરામ પંડ્યાની ‘કુસુમાવલિ’ આ કોટીમાં આવે છે.

સંસ્કૃતમાંથી ‘દશકુમાર’ ચરિત્ર અને ‘બૃહત્કથાસાગર’ નાં સુંદર ભાષાન્તરો થયાં છે. અરેબિયન નાઈટસનાં ભાષાન્તર બે જૂદા જૂદા ગૃહસ્થો તરફથી થયાં છે. ઘણાં વર્ષો ઉપર કોઇ પારસી ગૃહસ્થે પારસી ગુજરાતીમાં એક ભાષાન્તર બહાર પાડ્યું હતું. ગુજરાતી પ્રેસે પોતાનું ભાષાંતર સુંદર આકારમાં પ્રગટ કર્યું છે. એમાં ભાષામાં ઘણી ભૂલો ઘુસી ગઇ છે. સંસ્કૃત શબ્દોની ટંકશાળમાંથી ખરા સિક્કા ન પડતાં વગળવાળા અને બેડોળ શબ્દરૂપી સિક્કાઓ બહાર પડ્યા છે; છતાં રા. ઇચ્છારામનાં પુસ્તક વાંચવા લાયક અને બે ઘડી આનંદ ઉપજાવે એવાં થયાં છે.

છુપી પોલીસની બાહોશી વર્ણવતી નવલકથાઓ હાલ ઇંગ્લંડમાં ઘણી નીકળે છે. આપણા લોકોમાં પણ એ વાંચન તરફ વલણ થયું છે. ‘સોનેરી ટોળી’, ‘પંદર લાખપર પાણી’, ‘વિધવા લીરૂજ’ વગેરે જથાબંધ પુસ્તકો આ કોટીનાં થાય છે.

માસિકોમાં અને વર્ત્તમાનપત્રોમાં કથાઓ પ્રસિદ્ધ થાય છે, અને એમની તરફથી પ્રતિ વર્ષે ભેટ દાખલ નવલકથાઓ નીકળે છે, આ ઉદ્દેશે પણ નવી નવલકથાઓ પ્રગટ થાય છે.

ગુજરાતી ભાષાના નવલકથાના સાહિત્યમાં શ્રેષ્ટ પદ્વીએ પહોંચેલી અને એ સાહિત્યના અને સદ્‌ગત ગોવર્ધનરામ ત્રિપાઠીના કીર્તિસ્થંભ રૂપ નવલકથા તે એમની રચેલી ‘સરસ્વતીચંદ્ર’ છે. આ સાઠીના પાછલા ભાગમાં પ્રગટ થઇને પ્રજામાં ઘણી જ વંચાઈ અને ચરચાઈ છે. આમ હોવાથી એની રચના સંબંધી બોલવું નિરર્થક છે. એ વાર્ત્તા ચાર જૂદાં