પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
રસાયનશાસ્ત્ર.

 ‘વિજળી’ વિશે પણ કેટલીક ચોપડીઓ પ્રગટ થઈ છે.

રસાયનશાસ્ત્ર.

સન ૧૮૫૦ માં એક પારસી ગૃહસ્થે ‘રસાયનશાસ્ત્ર સંબંધી વાતચીત’ નામના ઇંગ્રેજી ગ્રંથનું ગુજરાતીમાં ભાષાન્તર કર્યું હતું. રસાયનશાસ્ત્રની મૂળ ઉત્પતિ કિમિયામાંથી થઈ છે. આપણા સાહિત્યમાં પણ ખાસ રસાયનશાસ્ત્રનાં પુસ્તકો પ્રગટ થવાની પૂર્વે ‘કિમિયાગર ચરિત્ર’ નામનો નિબંધ પ્રસિદ્ધ થયો હતો. અમદાવાદના સ્વ. જોશી સાંકળેશ્વરે સન ૧૮૬૯ માં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સારૂ આ નિબંધ લખ્યો હતો. આ કાળમાં વખતે આપણા મનમાં એમ આવે કે આવા વિષય ઉપર નિબંધ લખવા લખાવવાની જરૂર શી ? દિવસે દિવસે વિદ્યા અને જ્ઞાનના વધારાને લીધે કિમિયાથી ઠગાનારાં હાલ ઓછાં નીકળે, પણ જે કાળની વાત અમે કરીએ છીએ તે કાળે કિમિયો સાચો માનનારા, ઠગનારા અને ઠગાનારાનો તોતો ન હતો. ઠેર ઠેર કિમિયાગરો દેખાવ દેતા. કોઈને હિમાલયપરથી તો કોઈને ગિરનારપરથી સિદ્ધિ મળેલી કહેવાતી. કોઈ પાંચ પચ્ચીશ રૂપીઆની તો કોઈ સેંકડો રૂપીયાની ભઠ્ઠી ચઢાવી ભોળાઓને ભરમાવી ઠગી જતા. કોઈને આગીઓ વૈતાળ તો કોઈને સાક્ષાત્ આદિભવાનિ પ્રસન્ન હતાં અને તેમની પ્રાર્થનાથી હલકી ધાતુમાંથી સોનું બનાવી આપતાં. આમ હોવાથી આ ઠગાઈનું ભોપાળું ઉઘાડું પાડવાનું કામ ખરેખરું પારમાર્થિક હતું. એ પુસ્તકમાં કિમિયાગરો કેવે વેશે આવે છે, કેવા કેવા ઢોંગ કરે છે અને છેવટે લોકોને કેવી રીતે ઠગીને પાયમાલ કરે છે તેનું વર્ણન આપ્યું છે. ઈ. સ. ૧૮૭૨ ની સાલમાં રસાયનશાસ્ત્રના સહેલા અને રમુજી પ્રયોગોનું એક નાનું ચોપાનીયું પ્રસિદ્ધ થયું હતું.

છેક સન ૧૮૭૫ ની સાલ સુધી ખાસ રસાયનશાસ્ત્રનાં પુસ્તકો પ્રગટ થયાં નહોતાં. તે અરસામાં મુંબાઈ સરકારે દેશી ભાષામાં શિક્ષણ આપીને ઓસ્પીટલ એસિસ્ટંટો તૈયાર કરવાને મુંબાઈની ગ્રાંટમેડીકલ કોલેજમાં ગુજરાતી અને મરાઠી એવા નવા વર્ગ ઉઘાડ્યા હતા. આ વર્ગને સારૂ જરૂરનાં પુસ્તકો લખવાનું કામ ત્યાંના શિક્ષકોને માથે આવી પડ્યું હતું. એમણે