પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
સાઠીનૂં વાઙ્ગમય.

 શિષ્યોએ પાછળથી પ્રસિદ્ધ કર્યા છે તે બંને ( ખોડાજી કૃત કાવ્યો અને બ્રહ્મદતનો રાસ) જુના વખત જેવા છે. તેમણે બ્રહ્મચર્ય ( શીયળ ) ના સંબંધમાં અંજના સતીનો રાસ રચ્યો છે તે હજી પ્રસિદ્ધિ પામ્યો નથી.

(૪) મેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી વિદ્વાન મુનિરાજ શ્રી કર્પુરવિજયજી વગેરેની મદદથી બહાર પડેલા ગ્રંથમાંના જૈનહિતોપદેશ સ્વતંત્ર ગ્રંથ છે, તે વાંચવા–વિચારવા જેવો છે. પરંતુ સ્વતંત્ર લખવાનું કામ જૈનો તેમજ અન્યને માટે વિકટ ને જોખમભર્યું છે. ખરેખરા મૂળ ગ્રંથો લખાવા મુશ્કેલ છે તોપણ સ્વતંત્ર લેખો લખવાનો જૈન સાધુઓ કે શ્રાવકોનો પ્રયત્ન પ્રસંશનીય છે. ઉદ્દેશ ઉંચા પ્રકારનો હોય ને પ્રયત્ન પારમાર્થિક હોય તો પછી કમેક્રમે ઘણું થઈ શકશે.

(૫) બનારસમાં આવેલ શ્રી જૈન શ્વેતાંબર પાઠશાળા તરફથી યશોવિજય જૈન ગ્રન્થમાળા એ નામનાં પુસ્તકો નિકળે છે તેમાં વ્યાકરણ સંબંધિના ગ્રન્થો નિચે મુજબના છે:–પ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન મૂળ (૬), તેની લઘુવૃત્તિ (૩), શબ્દાનુ શાસનમાં આવતા સૂત્રોની અકરાદિ અનુક્રમણિકા (૧૧), તથા લિંગાનુસાસન અવચૂરિ સહિત (૨) છે તથા શ્રી ગુણરત્ન સૂરિકૃત ક્રિયારત્નસમુચ્ચય (૧૦) આ ગ્રન્થમાં ધાતુરુપકોષની પેઠે હેમચન્દ્રાચાર્ય ના શબ્દાનુશાસનમાં આવતાં તમામ ક્રિયાપદનાં રૂપ તૈયાર કરીને આપેલાં છે. પ્રોફેસર સતીશચંદ્રે આ ગ્રંથમાં ગુણરત્નસૂરિનું ટુંકું ચરિત્ર લખી પ્રગટ કરેલ છે અને શ્રી હર્ષકુલગણિએ રચેલ કવિ કલ્પદ્રુમ નામના ગ્રન્થમાં શબ્દાનુશાસનમાં આવતા ક્રિયાપદના ધાતુઓ અર્થ સાથે આપેલા છે.

ન્યાયના ગ્રન્થો:— શ્રી વાદિદેવ સૂરિએ રચેલ પ્રમાણ–નયતત્ત્વા લોકાલંકાર (૧) મૂળ ગ્રન્થના સૂત્રો છે. તે ઉપર રત્ન પ્રભાચાર્યે કરેલ રત્નાકરાવતારિકા નામની ટીકા (૫) છાપેલ છે. સિદ્ધસેન દિવાકરે રચિત સમ્મતિ તર્ક, અભયદેવ સૂરિએ રચેલ વ્યાખ્યા સાથે